આજે નવેમ્બર મહિનાની પહેલી તારીખ છે અને ઐશ્વર્યાની જન્મદીવસ. આજે ઐશ્વર્યા પોતાનો 46 મો જન્મદિવસ મનાવે છે.આજે પણ તેમનામાં કોનસ્ટટ છે. તો એ છે તેમની ખુબસુરતી, ખૂબસુરતી ના મામલામાં માનો ઐશ્વર્યાને કોઈ વરદાન મળેલું હોય. જે ઓછું થવાનું નામ જ નથી લેતું.કમાલની વાત એ છે કે તે પરદા પર જેટલી સુંદર લાગે છે તેથી વધારે સુંદર તે રિયલમાં છે.તેમની ખુબસુરતી કેટલીક મહિલાઓ અને છોકરીઓ માટે પણ છે.જો આપણે પર્સનલ લાઈફની વાત કરીએ તો ઐશ્વર્યાની જિંદગીથી વધારે શીખી શકાય છે.ઐશ્વર્યાની આ વસ્તુ પર ધ્યાન રાખજો.
1.નેગેટિવિટી થી દુર રહીને પોતાના કરિયર પર ધ્યાન આપવું.
ઐશ્વર્યા રાય બચ્ચને 1994 માં મિસ વર્લ્ડનો તાજ જીતીને તેની આખી દુનિયામાં તેમની કાબેલિયત અને સુંદરતા પરચમ લહેરાયો હતો. મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી, તેમને બોલિવુડની ફિલ્મોની ઓફર મળવાનું શરૂ થયું. પણ અપેક્ષા મુજબ, તેમને ફિલ્મોમાં સફળતા મળી નહીં અને લોકોએ તેમને મીણની ઢીગલી કહેવા શરૂ કરી દીધું. તેમણે લોકોની વાતો પર ધ્યાન ના આપ્યું અને કામના ફોકસ કર્યું અને પછી તેમને ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘દેવદાસ’ અને ‘જોધા અકબર’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી..
2. આઇડલ બેટી.
ઐશ્વર્યા એક સફળ અભિનેત્રીની જોડે આઇડલ બેટી પણ છે. માતાપિતા અને ભાઈની નિકટતા વિશે તેને ઘણા ઇન્ટરવ્યુંમાં પણ કર્યુ છે.
3. આઇડલ પત્ની.
એક સારી પુત્રી હોવાની સાથે, તેમણે પોતાને એક સારા પત્ની પણ સાબિત કરી દીધી છે. ઘણી વાર મીડિયામાં તેમના અને અભિષેકના સંબંધો વિશે ચર્ચા થઇ હતી,પરંતુ તેમને હંમેશાં પોતાના સમજણથી આ સંબંધને સાચવી રાખ્યો છે.
4. આઇડલ માં.
ઐશ્વર્યા દેશમાં હોય કે વિદેશમાં, ઘણી વાર ઇવેન્ટમાં તે તેમની પુત્રી સાથે જોવા મળે છે. ઘણી વાર ટ્રોલરોએ તેને આ માટે ટ્રોલ પણ કર્યા, પણ ઐશ્વર્યાએ ક્યારેય લોકોની વાતોને પોતાના પર હાવી થવા ન દીધી.
5. આઇડલ વહુ.
સાસુ-વહુનો સંબંધ થોડો નોક જોક વાળો હોય છે. ઐશ્વર્યા અને જયા બચ્ચન વચ્ચે પણ નોક-જિકના સમાચાર લખાયા અને બતાવવામાં પણ આવ્યા હતા, પરંતુ ઐશ્વર્યા રાય તરફથી મીડિયામાં ક્યારેય કોઈ વિવાદિત નિવેદન આવ્યું ન હતું.
ઐશ્વર્યા રાય વિશે કહેલી આ બધી વાતોનો સાર એક જ છે કે તેમણે જીવનમાં બીજાની વાતો પર નહીં પણ તેમના સંબંધો પર ધ્યાન આપ્યું છે. આ જ કારણ છે, ભલે ફિલ્મી દુનિયા હોય કે વ્યક્તિગત જીવનમાં કોઈ ધર્મ નિભાવવાનો હોય, તે વસ્તુઓથી ભાગવાને બદલે તેમનો સામનો કરવાનું જાણે છે. આ સાથે, તેની સાથે દરેક કિરદાર પર ખરી પણ ઉતરે છે.