અંબાણી ને પાછળ મૂકી એશિયાના સૌથી અમિર વ્યક્તિ ગૌતમ અદાણી બન્યા, જાણો કેટલી વધી સંપત્તિ

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાની સૌથી અમીર વ્યક્તિ બની ગયા હોવાની જાણકારી સામે આવી છે. તે ગ્રુપ માર્કેટ કેપના આધારે મુકેશ અંબાણીને પાછળ છોડતા સૌથી અમીર વ્યક્તિ બન્યા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની વાત કરવામાં આવે તો તે જૂન 2015 થી સૌથી અમીર ભારતીયના પદ પર રહેલા હતા. ગઈ કાલના શેરબજારમાં અદાણી ગ્રુપના શેર્સમાં શાનદાર તેજી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાને પગલે ગૌતમ અદાણી એશિયાના નંબર વન અમીર બન્યા છે.

બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ અનુસાર, 23 નવેમ્બર સુધી મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 9100 કરોડ ડોલર રહેલી હતી, જ્યારે અદાણીની કુલ સંપત્તિ 8880 કરોડ ડોલર હતી. જે હવે અંબાણી કરતા 2.4 ટકા ઓછી થઈ ગઈ હતી. તેમ છતાં બુધવારે આરઆઈએલના શેર્સમાં 1.72 ટકાનો ઘટાડો આવ્યો છે, જ્યારે અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરમાં તેજી આવી છે, જેથી ગૌતમ અદાણી ટોચ પર પહોંચી ગયા છે.

અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરમાં 2.34 ટકા, અદાણી પોર્ટસ અને સ્પેશયલ ઈકોનોમિક ઝોનના શેર્સમાં 4 ટકાની તેજી આવી છે. ગઈ કાલના વધારા સાથે આ બંને કંપનીઓનું માર્કેટ કેપ લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા પહોંચ્યા છે.

રિપોર્ટ અનુસાર, ગત 20 મહિનામાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં 1808 ટકા એટલે કે 8389 કરોડ યુએસ ડોલરથી વધુનો વધારો થયેલ છે. આ ગાળામાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 250 ટકા એટલે કે 54.7 અબજ ડોલરનો વધારો થયો છે.

Scroll to Top