ભારતના આ શહેરમાં ખુલ્યું એશિયાનું પ્રથમ કેફે, જ્યાં HIV પોઝીટીવ લોકો કરે છે કામ!

HIV પોઝીટીવ લોકો માટે નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. તે જ સમયે, કેટલીક એવી સંસ્થાઓ અને સંગઠનો છે, જે આ લોકોના કલ્યાણ માટે કામ કરે છે. આવું જ એક કાફે કોલકાતામાં ખોલવામાં આવ્યું છે. તેની ખાસ વાત એ છે કે અહીં કામ કરતા તમામ કર્મચારીઓ HIV પોઝીટીવ છે. એચઆઈવી પોઝીટીવ કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવતું આ એશિયાનું પ્રથમ કેફે છે.

જોબ સર્જનનો હેતુ

અહેવાલ મુજબ, આ કાફેને ‘કેફે પોઝિટિવ’ નામ આપવામાં આવ્યું છે. તેનો હેતુ એચઆઈવી પોઝીટીવ લોકો માટે જાગૃતિ લાવવા અને રોજગારીનું સર્જન કરવાનો છે. આ કાફે આનંદઘર એનજીઓ દ્વારા ચલાવવામાં આવે છે. તેની સ્થાપના કલ્લોલ ઘોષે કરી છે. આ NGO વિકલાંગ બાળકો અને HIV પોઝિટિવ લોકો માટે કામ કરે છે.

ફ્રેન્કફર્ટના કાફેથી પ્રેરિત

કલ્લોલ ઘોષ કહે છે કે તેઓ ફ્રેન્કફર્ટના એક કાફેથી પ્રેરિત થયા હતા જે સંપૂર્ણપણે HIV પોઝીટીવ લોકો દ્વારા ચલાવવામાં આવે છે. જે જગ્યાએ આ કાફે ખુલ્યું છે, ત્યાના કોફી અને સેન્ડવીચ માટે પ્રખ્યાત છે. અહીં મોટાભાગે નોકરીયાત લોકો અને કોલેજના વિદ્યાર્થીઓની ભીડ જોવા મળે છે.

30 કાફે ખોલવાની યોજના

ઘોષ કહે છે કે તેઓ ભારતમાં આવા 30 કાફે ખોલવાની યોજના ધરાવે છે. આવી સ્થિતિમાં તેણે 800 લોકોને ટ્રેનિંગ માટે શોર્ટલિસ્ટ કર્યા છે. તે કહે છે કે શરૂઆતમાં કાફે ખોલતી વખતે એવી આશંકા હતી કે તે કામ નહીં કરે. જોકે હવે લોકો આવવા લાગ્યા છે. જ્યારે તેમને ખબર પડે છે કે અહીં કામ કરતા લોકો એચઆઈવી પોઝીટીવ છે તો કેટલાક રહે છે અને કેટલાક જતા રહે છે.

Scroll to Top