મોટાભાગનાં ઘરોમાં એક સમસ્યા કોમન હોય છે, અને તે છે સાસુ-વહુ વચ્ચેના ઝઘડા. સ્થિતિ એ છે કે આ બંને વચ્ચે થતી ખેંચતાણ આજે તેમની મૂળ ઓળખ બની ગઈ છે. મોટાભાગના ઘરમાં સાસુ-વહુનો ઝઘડો થતો હોય છે. આપણી આસપાસ અથવા આપણા જ પરિવારમાં અમુક સમયે સાસુ વહુ વચ્ચે ખેંચતાણ થતી હોય છે.
આમ પણ સાહુ વહુના સંબંધમાં ઝઘડો થવોએ સામાન્ય વાત છે. પરંતુ આ નાની નાની ખેંચતાણ અથવા નાનો નાનો ઝઘડો ક્યારેક રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. જેને લઈને ઝઘડોનુ પ્રમાણ વધી જાય છે. જે ઘણીવાર આ સાસુ વહુના ઝઘડા એટલા વધી જાય છે જેના કારણે પરિવારના અન્ય સભ્યો પણ હેરાન થઈ જાય છે. ત્યારે આજે વધુ એક આવો સાસુ વહુનો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.
આમ તો ઘણીય સાસુઓ વહુ પાસેથી દહેજ માગવાના કેસમાં કે તેની મારઝૂડ કરવાના મામલે હાલ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહી હશે, પરંતુ સુરતમાં તો એક અવળો જ કિસ્સો જોવા મળ્યો છે. જેમાં સાસુએ વહુ પાસે નહીં, પરંતુ વહુએ સાસુ પાસેથી જોડે રહેવું હોય તો 50 લાખ આપવા પડશે તેવો બનાવ બન્યો છે. વહુએ સાસુને બે લાફા મારીને કહ્યું, ‘ઘરમાં રહેવું હોય તો 50 લાખ આપવા પડશે.
જો કે વહુ સાસુને લાફો મારીને 50 લાખની ડિમાન્ડ કરતાં મામલો વરાછા પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે. સાસુએ ફરિયાદમાં જણાવ્યું છે કે વહુ તેમની મારઝૂડ પણ કરી ચૂકી છે. અને ઘરમાંથી બહાર કાઢવાની ધમકીઓ આપે પણ છે.
આ સમગ્ર ઘટના સુરતના વરાછાના અંકુર ચોકડી પર આવેલી વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા એક પરિવારમાં બની છે. જે હીરાના વેપારીના દીકરાના લગ્ન આઠ મહિના પહેલા સમાજના રિતરિવાજ અનુસાર અને યુવક-યુવતીના પરિવારજનોની મરજીથી કરવામાં આવ્યા હતા.
જોકે, લગ્ન થયાના થોડા જ દિવસોમાં વહુએ તેનો રંગ બતાવ્યો છે. અને આ છોકરીના પિતાએ તેમના વેવાઈને ફોન કરી જણાવ્યું હતું કે હું મારી દીકરીને પાછી લઈ જાઉં છું, અમારે છૂટાછેડા જોઈએ છે. અને છોકરાના પિતાએ તેના દીકરાનો સંસાર ના બગડે તે માટે સમાજના આગેવાનોની હાજરીમાં છોકરીના પિતા સાથે સમજાવટ કરી હતી. જોકે, સમાધાન કરવાને બદલે છોકરીના પિતાએ છૂટાછેડાના બદલામાં 50 લાખ રુપિયાની માંગણી કરી ત્યારે છોકરાએ ના પાડી દીધી હતી કે આટલી મોટી રકમ નહીં આપે. ત્યારબાદ તેની છોકરી ને લઈને તેનો પિતા જતો રહ્યો હતો.
જો કે આ પિયરમાં ગયેલ યુવતી ગુરુવારે સવારે અચાનક તેના સાસરે આવી ગઈ હતી. અને તેને તેની સાસરીના ઘરના સભ્યો પર દાદાગીરી કરતા કહ્યું કે હું મારા ઘરમાં રહેવા આવી છું. અને આ દરમિયાન સાસુ સાથે ઝઘડો કરતાં તેણે કહ્યું હતું કે આ મારું ઘર છે અને જો તમારે આ ઘરમાં રહેવું હોય તો તમારે મારા બાપને 50 લાખ રૂપિયા આપવા પડશે. ત્યારે આ સાસુ વહુ વચ્ચેનો ઝઘડો વધી જતાં સાસુ-વહુ વચ્ચે મારામારી પણ થઈ હતી, જેમાં વહુએ સાસુને લાફા મારતા કહ્યું વધારે બોલ્યા છો તો હાથ-પગ તોડી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી સાસુએ આ સમગ્ર મામલે તેની વહુ સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.