ગત માર્ચ મહિનામાં કોરોનાને કારણે ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું તે સમયે પણઁ મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ હાલત હતી સાથેજ અત્યારે કોરોનાની બીજી લહેરમાં પણ મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ હાલત છે અહીયા 24 કલાકમાં 60 હજાર કરતા પણ વધારે કેસ નોંધાઈ રહ્યા છે. સાથેજ 395 કરતા પણ વધારે લોકોના એક દિવસમાં મોત થયા છે.
વડાપ્રધાન સાથે વાતચીત
હાલ અહીયાના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ખાસ કરીને મુંબઈમાં તો કોરોનાને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. મુંબઈમાં હાલ 85 હજાર કરતા પણ વધારે કોરોનાના એક્ટિવ કેસ છે. આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાતચીત કરી . જેમા તેમણે મહારાષ્ટ્રની સ્થિતી વીશે તેમને માહિતગાર કર્યા હતા.
ઓકિસજનની માગણી
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં 1200 થી 1500 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનની જરૂર છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હાલ રાજ્યમાં કટોકટી જેવી પરિસ્થિતી સર્જાઈ છે. જેથી મહારાષ્ટ્રમાં ઓક્સિજન પહોચાડવા માટે તેમણે માગ કરી હતી.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ
ભારતમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં કેસ નોધાયા છે. ત્યારબાદ ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં નોંધાયા છે. જોકે છત્તીસગઢ અને કર્ણાટકમાં પણ વધાપરે કેસ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે કેસ નોંધાય છે. ખાલી મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીયા કુલ કેસના 27 ટકા કેસ નોંધાયા છે. જેના કારણે હવે અહીયાના લોકોમાં પણ ડર ફેલાઈ ગયો છે.
હોસ્પિટલમાં સુવીધા વધારવામાં આવી
ઉદ્ધવ ઠાકરએ મહારાષ્ટ્રની પરિસ્થિતીને જોતા કહ્યું કે લક્ષણો જણાય તો વહેલામાં વહેલી તકે લોકોએ રિપોર્ટ કઢાવો જોઈએ. હાલ મુબઈમાં 153 કોવિડ હોસ્પિટલો છે. જેમા 20 હજાર જેટલા બેડની સુવીધા રાખવામાં આવી છે. પરંતુ પરિસ્થિતી વણસી છે જેના કારણે 22 હજાર જેટલા બેડની વ્યવસ્થા હોસ્પિટલોમાં કરવામાં આવશે. જેથી દર્દીઓને પુરતા પ્રમાણમાં સારવાર મળી રહે. ટ
બિનજરૂરી સારવાર હોસ્પિટલોમાં બંધ
ઉલ્લેખનિય છે કે હાલ મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં બિનજરૂરી બધીજ સારવાર બંધ કરવામાં આવી છે. સાથેજ બિનજરૂરી સર્જરીઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. કારણકે આવું કરવાથી ઓક્સિજન બચાવી શકાશે. જોકે વધતા જતા કેસની સામે મહારાષ્ટ્રમાં ઓકિસજનની અછતના કેસ પણ હવે વધી રહ્યા છે. જેથી ભવિષ્યમાં અહીયા વધારે ગંભીર પરિસ્થિતી સર્જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.