મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરે તેના જ ભાવિ પતિની કરી ધરપકડ, જાણો શું છે મામલો
MT Online Correspondent

આસામની એક મહિલા સબ ઈન્સ્પેક્ટરે તેના ભાવિ પતિની ધરપકડ કરી છે. આરોપ છે કે યુવક નકલી ઓળખનું નાટક કરીને લગ્ન કરવા માંગતો હતો. આ રીતે તેણે અન્ય ઘણા લોકોને પણ છેતર્યા હતા. મામલો સામે આવ્યા બાદ લેડી સબ ઇન્સ્પેક્ટરે તેના ભાવિ પતિની ધરપકડ કરી હતી. આ પછી તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ છે આખો મામલો
આ મામલો આસામના નાગાંવ જિલ્લાનો છે. અહીંના નાગાંવ પોલીસ સ્ટેશનમાં મહિલા સબ-ઇન્સ્પેક્ટર જોનમણી રાભાએ તેના મંગેતર રાણા પગગની ધરપકડ કરી છે. તેના પર નકલી ઓળખ બતાવીને લગ્ન કરવાનો અને લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.
પોતાને અધિકારી ગણાવ્યો
જોનમણી રાભાએ જણાવ્યું કે માજુલી પોસ્ટિંગ દરમિયાન તે જાન્યુઆરી 2021માં રાણા પેગગને મળી હતી. બંને મિત્રો બન્યા અને નજીક આવ્યા હતા. પછી તેણે (રાણા પેગગ) પોતાનો પરિચય ONGCમાં પબ્લિક રિલેશન ઓફિસર તરીકે આપ્યો હતો. આ સમય દરમિયાન તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારબાદ તેમના પરિવારજનો મળ્યા અને ઓક્ટોબર 2021માં સગાઈ કરી લીધી. બંનેના લગ્ન નવેમ્બર 2022માં નક્કી થયા હતા.
તપાસમાં સામે આવી કાળી કરમકુંડળી
જોનમણીએ જણાવ્યું કે જાન્યુઆરી 2022 થી પેગના કામ કરવાની રીત પર તેને શંકા થવા લાગી હતી. આ પછી તેણે તપાસ શરૂ કરી અને ખબર પડી કે પેગગે ઘણા લોકોને છેતર્યા છે. ત્યાં જ ખબર પડી કે તે ONGCમાં પણ કામ નથી કરી રહ્યો. તે એસયુવી ચલાવતો હતો અને તેની સાથે ડ્રાઈવર અને સુરક્ષાકર્મીઓ પણ હતા, જેના કારણે તે ઓફિસર જેવો દેખાતો હતો. મહિલા પોલીસ અધિકારીએ કહ્યું, હું આભારી છું કે ત્રણ લોકો મારી પાસે આવ્યા અને રાણા પગ વિશે સંપૂર્ણ માહિતી આપી. તેણે મારી આંખો ખોલી હતી. તેમણે કહ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

‘કડક માલ થા’, પોલીસે ડ્રગ માફિયાઓને ચેતવણી આપવા માટે કર્યો Memeનો ઉપયોગ
આ દિવસોમાં વિવિધ રાજ્યોના પોલીસ વિભાગો સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે સર્જનાત્મક રીતો અપનાવી રહ્યા છે. મુંબઈ, પૂણે અને દિલ્હી […]

આસામમાં ‘કાંગારૂ કોર્ટ’ના ચુકાદા બાદ એક વ્યક્તિને જીવતો સળગાવી દેવામાં આવ્યો
આસામના નાગાંવ જિલ્લાના એક ગામમાં ‘કાંગારૂ અદાલત’ (ગેરકાયદેસર અદાલત) દ્વારા ચુકાદો સંભળાવ્યા બાદ એક વ્યક્તિને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. […]

સેક્સ રેકેટમાં મોટો ખુલાસોઃ વોટ્સએપ અને જસ્ટ ડાયલ પર થતી હતી સેક્સ ડીલ
પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મસૂરીમાં આંતર-રાજ્યમાં ઓનલાઈન કુંટણખાનાનો પર્દાફાશ કરીને ત્રણ પુરુષો અને બે મહિલાઓની ધરપકડ કરી છે. […]

આસામ અને મેઘાલયમાં વર્ષો જુના વિવાદનો આવ્યો અંત, જાણો કેવી રીતે
આસામ અને મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલી રહેલ સીમા વિવાદનો આજે અંત આવ્યો છે. બંને રાજ્યો વચ્ચે ઐતિહાસિક સમજૂતી થઈ […]
