ચંદ્રયાન-2 હજુ ભલે હજુ ચંદ્ર પર લેન્ડ નથી થયું પણ બેંગ્લુરુમાં એક એસ્ટ્રોનોટ ચંદ્રની સપાટી પર ફરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બેંગ્લુરુના આર્ટિસ્ટ બાદલ નંજુન્દસ્વમીએ એસ્ટ્રોનોટ ચંદ્રની સપાટી પર ફરતો હોય તેવો 3D વીડિયો બનાવીને ફેસબુક પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને ઘણી ક્રિએટિવ રીતે બનાવ્યો છે.
ક્લિપમાં એક અવકાશયાત્રીનો સુટ પહેરેલો એક માણસ ચંદ્ર જેવા નાના ક્રેટર્સ અને પથ્થરોથી ભરેલી અસમાન સપાટી પર સાવચેતીભર્યા પગલાં લેતો બતાવે છે. તેમની ધીમી ગતિની ચાલ એ સૂચવે છે કે ‘અવકાશયાત્રી’ ગુરુત્વાકર્ષણ અને સપાટીની રચના સાથેના આકાશી શરીર પર સાવચેતીભર્યા પગલાં લઈ રહ્યું છે.
વીડિયોની શરૂઆતમાં એસ્ટ્રોનોટનો પહેરવેશ પહેરેલો વ્યક્તિ ચંદ્ર પર ચાલતો હોય તેમ જ પગલાં ભરે છે. પણ થોડાં સમય પછી પાછળ રસ્તા પર ચાલતી રીક્ષા દેખાય છે. આ વીડિયોમાં જે રસ્તો છે તે આમતો ચંદ્રની સપાટી જેવો ખાડાથી ભરેલો લાગે છે, પણ તે હકીકતમાં વરસાદથી ધોવાઈ ગયેલા બેંગ્લુરુના રસ્તા છે.
આ રસ્તાઓ ચંદ્રની સપાટીથી મળતા આવે છે. બાદલે આ વીડિયો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે. ‘હેલ્લો બીબીએમપી કમિશનર. બીબીએમપીનું ફુલ ફોર્મ બૃહત બેંગ્લુરુ મહાનગર પાલિકા છે. નગરપાલિકાને આ વીડિયોની મદદથી આર્ટિસ્ટે રસ્તાની હાલત બતાવી છે.

વાઇરલ વીડિયોમાં રીક્ષા ઉપરાંત બંધ દુકાનો, સ્ટ્રીટ લાઈટ અને ફૂટપાથ પણ દેખાઈ રહ્યો છે. ફેસબુક પર આ વીડિયોને અત્યાર સુધી 4 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. લોકો આ આર્ટિસ્ટની ક્રિએટિવિટીના વખાણ કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું કે, આપણે ચંદ્ર પર જવાની જરૂર જ નથી, તેની સપાટીનો અનુભવ તો બેગલુરુના રસ્તા પરથી પણ લઈ શકીએ છીએ. બીજા યુઝરે લખ્યું કે, આપણે તો નાસા કરતાં પણ આગળ છીએ, ચંદ્ર પર રીક્ષા મોકલી દીધી!