લુણા ગામની બીડીઆર લાઇફ સાયન્સિસ કંપનીમાં થયેલા ખૂની ખેલનો થયો પર્દાફાશ, જેમાં એકતરફી પ્રેમમાં ખેલાયો હતો ખૂની ખેલ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ગઈ કાલે પાદરાના લુણા ગામની સીમમાં આવેલી બીડીઆર લાઈફ સાયન્સીસ પ્રા.લી કંપનીમાં બનેલી ઘટનાના કારણે ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયેલ બેભાન અવસ્થામાં ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ રહેલ કંપનીના કયું. સી. માઈક્રો ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતી યુવતી હોશમાં આવતા કંપનીના બંધ રૂમમાં બનેલ ખૂની ખેલનું રહસ્ય સામે આવ્યું છે.

જ્યારે હોશમાં આવેલ યુવતીએ હેલ્પર યુવક વિરુદ્ધ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવતીના જણાવ્યા મુજબ યુવકે પોતાના હાથમાં પકડેલ કટર વડે ગળાના ભાગે ઘા કરી અને પછી પોતાના ગળે પણ ઘા કર્યા હોવાની વિગતો સામે આવી છે. તેમ છતાં ભાનમાં આવેલ યુવતીના નિવેદન મુજબ પોલીસે યુવતીની ફરિયાદ દાખલ કરી લીધી છે. જયારે હજી પણ યુવક બેહોશ હોવાથી સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.

વડોદરાના અટલાદરા નારણવાડી ખાતે રહેનાર અને બીડીઆર લાઈફ સાયન્સીસ કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષ થી કયુસી માઈક્રો ડીપાર્ટમેન્ટમાં સીનીયર ઓફ્સિર તરીકે નોકરી કરનાર સુવર્ણા ડોરિકને તેજ ડીપાર્ટમેન્ટમાં હેલ્પર તરીકે નોકરી કરનાર યુવાન અશ્વિન રાજેશ પરમાર હેરાન કરતો હતો. જ્યારે આ દરમિયાન યુવતી દ્વારા પાદરા પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.

છેલ્લી 14/06/21 ની સાંજે 6 કલાકે સીનીયર ઓફ્સિર સુવર્ણા ડોરિક જ્યારે ઘરે જવાની તૈયારી કરી રહી હતી, તે સમયે અશ્વિને બીડીઆર કંપની ના કયુસી માઈક્રો ડીપાર્ટમેન્ટના રૂમમાંથી ઘરે જવા નીકળતી સુવર્ણાને રોકીને રૂમનો દરવાજો બંધ કરી નાખ્યો અને તેને કહેવા લાગ્યો કે, તું મને બહુ ગમે છે હું તને નહી જવા દઉ તેવુ કહેતા સુવર્ણા ડોરિક બુમો પાડવા લાગી હતી. જેના કારણે અશ્વિને કઈ પણ બોલ્યા વગર પોતાનાં હાથમાં રહેલ કટર પોતે પોતાના ગળા પર મારી દીધું હતું. અને તરત જ બીજો ઘા સુવર્ણાના ગળા પર મારી ગંભીર ઈજાઓ પહોચાડી ફરીવાર પોતે પોતાના ગળા પર ઘા કર્યો હોવાની માહિતી સુવર્ણા ડોરિક દ્વારા આપવામાં આવી હતી.

ત્યાર બાદ અશ્વિન બીજો ઘા કરશે તે ભયના કારણે સુવર્ણાએ અશ્વિનના હાથમાંથી કટર છીનવી લઇને રૂમમાં આવેલ તિજોરીની બાજુમાં ફ્રેંકી દીધી હતી. તે સુતા-સુતા ઢસડાઇને રૂમ ના બારના સુધી પહોચી પગથી બારણું ખખાડતા કંપની ના અન્ય કર્મચારી ત્યાં દોડી આવ્યા અને તાત્કાલિક કપનીની એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલ ખાતે તેણે ખસેડવામાં આવી હતી.

આજે સુવર્ણા ડોરિક હોશમાં આવતા પોલીસે તેના નિવેદન ના આધારે ફરિયાદ દાખલ કરતા કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમ છતાં હજી સુધી અશ્વિન રાજેશ પરમાર ભાનમાં આવ્યો ન હોવાની વિગતો સામે આવી છે. આમ એકતરફી પ્રેમ કે અન્ય કારણોસર કંપનીને હેલ્પરે સાથી કર્મચારીને ગંભીર રીતે ઘાયલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો