મોરારી બાપુ ના સમર્થન ની બેઠક માં મહંત રાજેન્દ્ર દાસ એ કહ્યું એવું કે, સ્વામિનારાયણ સંપ્રદાય ના તમામ સંતો દંગ થઇ ગયા – જાણો વિગતે

હાલ મોરારી બાપુ ની વાત ખુબજ વિવાદિત થઇ ગઈ છે. ત્યારે સમગ્ર ગુજરાત માંથી અનેક સાધુ મોરારી બાપુ ના સમર્થન માં ઉતરાય છે. ત્યારે અમદાવાદ ખાતે તેઓ ની બેઠક થઇ હતી અને ત્યાંથી ખુબજ રશપ્રદ સમાચાર સામે આવ્યા છે. સહજાનંદ સ્વામીની તુલના શંકર ભગવાન સાથે કરશો તો જૂતા મારીશું – મહંત રાજેન્દ્ર દાસ.

સ્વામિનારાયણના સંતો મોરારિબાપુ સમક્ષ દંડવત કરીને લેખિતમાં માફી નહીં માંગે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે. અમદાવાદ ખાતે મોરારિબાપુના સમર્થનમાં સાધુ સંતોની બેઠક મળી હતી. બેઠક દરમિયાન સ્વામિનારાયણની સંતો માફી માંગે તેવી માંગણી ઉઠી હતી.

સ્વામિનારાયણ સંત તરફથી કલાકારો દારૂપીને ડાયરા કરે છે તેવા નિવેદન મામલે પણ માફી માંગવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે સ્વામિનારાયણના સંતના વિરોધમાં હજી વધારે કલાકારો સામે આવે.

બેઠક દરમિયાન એવી માંગણી ઉઠી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાય આ મામલે જાહેરમાં લેખિતમાં માફી માંગે. આ મામલે અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી અખાડાના અધ્યક્ષ તેમજ અખાડા પરિષદના કાર્યકારી પ્રવક્તા મહંત રાજેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ કોઈ ભગવાન નથી.

તેઓ માત્ર સેવક, સાધન અને સંત હતા. સ્વામિનારાયણ સંપ્રદાય નથી પરંતુ એક પંથ છે આમ કહીને મહંત રાજેન્દ્ર દાસ એ જણાવ્યું હતું. આ સંસારમાં નીલકંઠ ફક્ત શિવ જ છે. ‘આ સંસારમાં ફક્ત ભગવાન શંકર જ આદી-અનાદી નીલકંઠ છે. મોરારિબાપુએ જે કહ્યું હતું તે સાચું હતું. તેના વિરોધમાં સ્વામિનારાયણ તરફથી જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે.

તે સમાજ અને ધર્મ માટે હાનિકારક છે તેના વિશે આ લોકો અજ્ઞાની છે. મોરારિબાપુએ કોઈ પણ જાતના ભેદભાવ કે ધર્મનો ભેદ કર્યા વગર દેશવિદેશમાં રામ-કૃષ્ણનો પ્રચાર કર્યો છે. અને તેમને આ પ્રચારમાં જણાવ્યું હતું કે આ સંસારમાં ફક્ત ભગવાન શંકર જ આદી-અનાદી નીલકંઠ છે. આજના યુગમાં ફરજી સાધુઓ દારૂ પીને નિવેદનો કરી રહ્યા છે.

જે રીતે ફરજી અને બની બેઠેલા સાધુઓ પોતે દારૂ પીને કલાકારો વિશે નિવેદનો કરી રહ્યા છે તેને અમો વખોડી કાઢીએ છીએ. સાથે હું એ લોકોને કહું છું કે જ્યાં સુધી જાહેરમાં લેખિતમાં માફી નહીં માંગો ત્યાં સુધી અમે વિરોધ કરીશું. એ લોકો ભૂલી ગયા છે કે આ રામ અને કૃષ્ણની ભૂમિ છે.

સહજાનંદ સ્વામી ભગવાન નહીં પરંતુ સેવક હતા. તેમનું કામ રામ અને કૃષ્ણનો પ્રચાર કરવાનું હતું, જે તેમણે સારી રીતે કર્યું હતું. સહજાનંદ સ્વામી ભગવાન નહીં પરંતુ સેવક હતા એ પણ જણાવ્યું હતું. જો તમે સનાતન ધર્મમાં મનો છો તો તમારા ઘરના દરેક મંદિરમાં રામ-કૃષ્ણને પણ પધરામણી કરો.

આ ઉપરાંત આ લોકો વિદેશમાંથી કાળું ધન લાવીને મઠ અને મંદિરો બનાવી રહ્યા છે.મંદિર બનાવો પરંતુ લોકોને ભરમાવો નહીં. લોકોને રામ અને કૃષ્ણથી વંચિત ન કરો. મહાદેવ અને માતાજીનો આદર કરો. તમારા મંદિરમાં તેમની પધરામણી કરો. તમે સનાતન ધર્મમાં માનો છો તો તમારા તમામ મંદિરમાં રામ અને કૃષ્ણ અને માતાજી હોવા જોઈએ.

આવું હોય તો જ તમે સાચા છો નહીં તો તમે ખોટા છો.એટલા માટે તમારા ઘરના દરેક મંદિરમાં રામ-કૃષ્ણને બેસાડવા જોઈએ. તમામ કલાકારો દારૂ પીને કાર્યક્રમ કરે છે? વિવિકેસ્વરૂપ સ્વામી અને નિત્યસ્વરૂપ સ્વામી કહે છે કે કલાકારો નશો કરીને ગુજરાતમાં કાર્યક્રમો કરે છે.

આ સામે અમને સાધુ સંતોને ખૂબ વિરોધ છે.ફરજી સાધુઓને ખબર નથી કે તેમની ઉંમર છે એટલા વર્ષોથી મોરારિબાપુ કથા કરે છે. ઘણાં લોકો સ્વામિનારાયણ ને ભગવાન મને છે પરંતુ ફક્ત તે એક સેવક છે.”સ્વામિનારાયણના સાધુ લોકોને ભરમાવી રહ્યા છે.

આ ધરતી રામ અને કૃષ્ણની છે. વેદ અને ગ્રંથો પણ રામ-કૃષ્ણ ઉપર છે. આ લોકોનો અહીં કોઈ ઇતિહાસ નથી.આ લોકોનો ઇતિહાસ ફક્ત 200 વર્ષનો છે. જેનાથી સંપ્રદાયનો ઉદય થયો તે ઘનશ્યામ મહારાજ ભગવાન નહીં પરંતુ સેવક અને સાધક હતા.

તેમની તુલના રામ-કૃષ્ણ અને શંકર સાથે કરનારા સાધુઓ હોંશમાં આવે. તમે મહાદેવ, માતાજી કે રામ-કૃષ્ણ સાથે તેમની તુલના કરશો તો અમે તમને ચંપલ મારીને સમજાવીશું. આમ કહ્યું હતું.

મોરારીબાપુના સંતો આખા દેશમાં આ મુદ્દો ઉઠાવાની વાત કરી રહ્યા છે. મોરારિબાપુના નિવેદન અને તેના પર સ્વામિનારાયણના બેફામ નિવેદનોનો મુદ્દો આખા દેશમાં ઉઠાવવામાં આવશે.

જ્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાય લેખિતમાં માફી માંગીને મોરારિબાપુને દંડવત નહીં કરે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે. આમ કહીને મોરારીબાપુના સંતો આખા દેશમાં આ મુદ્દો ઉઠાવાની વાત કરી રહ્યા છે.

સ્વામિનારાયણ દ્વારા આપવામાં આવેકો રત્નકાર એવોર્ડ પાછો આપી દેવામાં આવ્યો છે. નીલકંઠવર્ણી મુદ્દે મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે થયેલા વિવાદમાં મોરારિબાપુના સમર્થનમાં ગુજરાતના જાણીતા કટારલેખક જય વસાવડા,સાહિત્યકાર માયાભાઈ આહીર અને અનુભા ગઢવી સાઈરામ દવે આવી ગયો છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના એક સંતે કલાકારોને કથિત રીતે દારૂડિયા કહેતાં મામલો વધુ બીચક્યો છે.અને સ્વામિનારાયણ ના સંતો પર આ મામલો વધુ બીચકયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top