Ajab GajabGujaratNews
રાજકોટમાં ગણેશ વિસર્જનના સમયે જ ઉંદરે 5 બચ્ચાને જન્મ આપ્યો, મોદકનો પ્રસાદ પણ ખાધો

રાજકોટઃ આજે ઠેર ઠેર ભક્તિભાવ સાથે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે. આજે રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન કુતુહલ જગાડે તેવી ઘટના સામે આવી છે.
રાજકોટમાં બુવારિયા પરીવારના ઘરે ગણેશ સ્થાપનની જગ્યાએ ઉંદરે 5 બચ્ચાને જન્મ આપ્યો હતો અને સાથે સાથે મૂર્તિની પાસે રાખેલા મોદકનો પ્રસાદ પણ ખાધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉંદરને ગણેશજીનું વાહન માનવામાં આવે છે. ગણેશ સ્થાપનની જગ્યાએ ઉંદરે બચ્ચાને જન્મ આપતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.