તમે પણ લઇ શકો છો સરકારની આ ખાસ પેન્શન યોજના, દર મહિને મળે છે 10 હજારનું પેન્શન

સરકાર દ્વારા લોકોને સહાય અને મદદરૂપ થવા માટે ઘણી યોજનાઓ લાવવામાં આવે છે. જે આગળ જતા ઘડપણમાં લોકોને ઘણી સહાયરૂપ સાબિત થયા છે. જો કે સરકાર દ્વારા આવી ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને બીજી અન્ય કંપનીઓ પણ આવી સ્કીમો લઈને આવે છે જેમ કે LIC દ્વારા પણ આવી ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ત્યારે આજે આપણે આવી જ એક સરકારની યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે. તો ચાલો જાણીએ આ યોજના વિશે સંપૂર્ણં માહિતી…

આપણે અહીં જે સરકારી પેન્શન યોજના વિશે વાત કરી રહ્યા છીએ તે ‘અટલ પેન્શન યોજના’ છે. આ યોજનામાં જોડાવાથી પતિ-પત્ની બંનેને દર મહિને 10 હજાર રૂપિયા જેટલું પેન્શન મળી શકે છે. અને આ પેન્શન યોજના માટે સરકાર દ્વારા સંપૂર્ણ ગેરંટી પણ આપવામાં આવે છે. જો તમને વૃદ્ધાવસ્થામાં આટલી રકમ મળે છે તો તમને ઘણી કામે આવી શકે છે. જે તમને પતિ-પત્ની બંનેને દર મહિને વૃદ્ધાવસ્થામાં પાંચ પાંચ હજાર રૂપિયા પેન્શન મળે છે. જે તમે વૃદ્ધાવસ્થા ઘણી આરામદાયક સાથે પસાર કરી શકો છો અને તમારો પરિવાર પર પણ વધારે બોજ રહેતો નથી. ત્યારે આવી યોજનાઓનો લાભ તમારે જરૂરથી લેવો જ જોઈએ.

જો કે આ લાભ લેવા માટે સરકાર દ્વારા અમુક નિયમો પણ બહાર પાડવામાં આવેલ હોય છે જેનું તમારે ખાસ ધ્યાન રાખીને પાલન કરવું પડશે, નહીંતર તમે આ યોજનાઓનો લાભ લઇ શકશો નહિ. આ યોજનામાં સૌથી મહત્વની વાત એ છે કે જો તમારી ઉંમર 40 વર્ષથી વધુની થઇ ગઈ છે,તો પછી તમે આ પેન્શન યોજનાનો લાભ લઈ શકશો નહીં. અને જો તમારી ઉંમર હાલમાં 40 વર્ષથી ઓછી છે, તો તમે આ અટલ પેન્શન યોજનામાં તમારા વૃદ્ધાવસ્થામાં આવક માટે અત્યારથી રોકાણ કરી શકો છો. જો કે ભારતનો કોઈપણ નાગરિક આ અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકે છે અને તેઓ દરમહિને ઓછામાં ઓછા 5000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે.

આ અટલ પેન્શન યોજના મે-2015 માં મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં પેન્શન મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 20 વર્ષ માટે રોકાણ કરવું પડશે. આ યોજનામાં જોડાઈને તમે દર મહિને ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 5000 હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકો છો, અને તમને આ પેન્શન 60 વર્ષની ઉંમરે મળશે.

આ યોજનામાં તમે 60 વર્ષની ઉંમર સુધી રોકાણ કરી શકો છો. માહિતી માટે સમજાવી દઈએ કે જો તમે તમારી 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં જોડાવો છો, અને તમારે દર મહિને 5000 રૂપિયાના પેન્શન મેળવવા માટે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જયારે, દર મહિને માત્ર 1000 રૂપિયાના પેન્શન માટે, 18 વર્ષના યુવાને દર મહિને 42 રૂપિયા જમા કરાવવા પડશે.

જો કે આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે આ યોજનામાં રોકાયેલા તમારા પૈસા ક્યારેય ડૂબતા નથી. અને જો રોકાણકાર તેની 60 વર્ષની ઉંમર થતા પહેલા જ તેની આ સંપૂર્ણ રકમ ઉપાડવા માંગે છે, તો તમને જણાવી દઈએ કે આ યોજનામાં તે પણ શક્ય છે. અને જો યોજના ના જોડાયેલ પતિ 60 વર્ષ પહેલા મૃત્યુ પામે છે તો તેની પત્નીને તેની આ પેન્શન યોજનાની સુવિધા મળશે. અને જો આ યોજનામાં જોડાયેલા બંને પતિ-પત્નીના મૃત્યુ થયા છે, તો નોમિનીને આ બધા પૈસા પાછા મળી જાય છે. ત્યારે તમારા વૃદ્ધાવસ્થાને આરામદાયક અને ટેન્શન મુકત બનાવવા માટે તમારે સરકારની આ અટલ પેન્શન યોજનાનો લાભ જરૂરથી લેવો જોઈએ અને આ યોજના વિશે તમારા નજીકના લોકોને પણ જાણવો જોઈએ જેથી તેઓ પણ આ યોજનાનો લાભ સમયસર મેળવી શકે.

Scroll to Top