ભારતની દિગ્ગજ ખેલાડી પર લાગ્યા પ્રતિબંધ, ડોપિંગમાં પોઝિટવ આવ્યા બાદ મળી સજા

ભારતની સ્ટાર ડિસ્કસ થ્રોઅર કમલપ્રીત કૌરને એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટ (AIU) દ્વારા અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવી છે કારણ કે તેણીએ પ્રતિબંધિત સ્ટેરોઇડ ટેસ્ટ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. કમલપ્રીત કૌર આ રમતમાં ભારતની ટોચની ખેલાડીઓમાંથી એક છે અને આ સજા મળવી એ દેશ માટે મોટો ફટકો છે.

જો કમલપ્રીત દોષી સાબિત થશે તો તેને વધુમાં વધુ ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. વર્લ્ડ એથ્લેટિક્સ (સંચાલન સંસ્થા) એ બુધવારે ટ્વિટ કર્યું હતું કે, ‘AIU એ ભારતની ડિસ્કસ થ્રો પ્લેયર કમલપ્રીત કૌરને તેના શરીરમાં પ્રતિબંધિત પદાર્થ (સ્ટેનોઝોલોલ) ની હાજરી/ઉપયોગ બદલ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી છે. આ પદાર્થ ‘વર્લ્ડ એથ્લેટિક્સ’ એન્ટી ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન છે. એથ્લેટિક્સ ઈન્ટિગ્રિટી યુનિટ (AIU) એ વિશ્વ એથ્લેટિક્સ દ્વારા સ્થાપિત એક સ્વતંત્ર સંસ્થા છે. તેણે પંજાબના આ 26 વર્ષીય ખેલાડીને નોટિસ પાઠવીને પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે.

જણાવી દઈએ કે કમલપ્રીત કૌરે ભારત માટે ઓલિમ્પિક ગેમ્સમાં ડિસ્કસ થ્રોમાં પણ પ્રદર્શન કર્યું છે. નેશનલ રેકોર્ડ હોલ્ડર કમલપ્રીતે ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે, કમલપ્રીત મેડલ મેળવવાથી ચૂકી ગઈ હતી અને તે છઠ્ઠા નંબર પર રહી હતી.

Scroll to Top