અબ્દુલ કલામ નું સંપૂર્ણ નામ.અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ હતું તેઓનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૩૧,વેટ કરીએ તેમના જીવન વિશેની તો, સવારમાં ઘેર-ઘેર ન્યૂઝ પેપર નાખવાવાળા એક છોકરાએ ન્યૂઝ હેડલાઈન વાંચી, “ડો.એ.પી.જે. અબ્દુલ કલામ ભારતના અગિયારમાં રાષ્ટ્રપતિ” ત્યારે ન્યૂઝ પેપર નાખતા એ છોકરાને ખબર પણ નહોતી કે અબ્દુલ કલામ પણ બાળપણમાં પેપર નાંખતા હતા! એ ઉંમરે અવુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામના હાથે થયેલ ન્યૂઝ પેપરનો ઘા મિસાઈલની જેમ આકાશને ચીરતો સીધો રાષ્ટ્રના સર્વોચ્ચ પદ પર જઈને પડયો.
એ કોઈ અકસ્માત ન હતો.રામેશ્વરના તમિલ મુસ્લિમ પરિવારના અબ્દુલ કલામના પિતા જૈનુલાબ્દીન નાવ ચલાવીને દર્શનાર્થીઓને રામેશ્વરમ્ લાવવા-લઈ જવાનું કામ કરતા, તેમજ સ્થાનિક મસ્જિદના ઈમામ પણ હતા. જો કે નાવનો ધંધો તેમને કુટુંબના ભરણપોષણ માટે ચલાવવો જરૂરી હતો.
અબ્દુલ કલામના પૂર્વજો અઢળક સંપત્તિ ધરાવતા હતા. જમીનદારી, વ્યાપાર-ગ્રોસરી ટ્રેડિંગ સાથે સંકળાયેલો પરિવાર મોટા ફેરી બિઝનેસ સાથે પણ સંકળાયેલો હતો.પણ સમય જતાં પુલનું બાંધકામ થતાં ફેરી બિઝનેસ ખોટ ખાવા લાગ્યો, તેમના વ્યાપાર-ગ્રોસરી ટ્રેડિંગના બિઝનેસના પણ શ્વાસ ખૂટવા આવ્યા હતા. પરિણામે જમીનદારી પણ નબળી પડતી ગઈ.
અબ્દુલ કલામના પિતાને વારસામાં ફક્ત નાવ આવી, જે તેમના પરિવારના ભરણપોષણનું એકમાત્ર સાધન હતી.સ્વાભાવિકપણે પરિવારની આર્થિક સ્થિતિ હાલક-ડોલક રહેતી હતી.પરિવારનો એક એક સભ્ય આર્થિક જરૂર પુરી કરવા યથાશક્તિ મહેનતમાં લાગેલો હતો. અબ્દુલ કલામ પણ એમાંના જ એક વ્યક્તિ હતા. તેમણે પણ સ્કૂલ સિવાયના સમયમાં ઘેર-ઘેર ન્યૂઝ પેપર નાંખવાનું કામ કર્યું.
જોકે એક વિદ્યાર્થી તરીકે તેઓ સરેરાશ વિદ્યાર્થી રહ્યા. પણ અડગ આત્મવિશ્વાસથી ભરપૂર, નવું શીખવા માટે સદાય તત્પર અને અતિશય મહેનતું-ખાસ કરીને મેથેમેટિકસમાં વિદ્યાર્થી તરીકે શિક્ષકોમાં અતિપ્રિય હતા. પોતે સરેરાશ વિદ્યાર્થી છે તે નબળાઈ વિશે સંપૂર્ણપણે સભાન અબ્દુલ કલામે અતિશય મહેનતનો સહારો લીધો. હાયર સેકન્ડરી, પછી ફિઝિકસમાં ગ્રેજ્યુએશન પછી એરોસ્પેસ એન્જિનિયરિંગ કર્યું.એરોસ્પેસ એન્જિનિયરિંગ કરતાં કરતાં અબ્દુલ કલામની મહેચ્છા ફાઈટર પાયલટ બનવાની હતી. ક્વોલિફાઈંગ ટેસ્ટમાં નવમાં સ્થાને આવ્યા અને ભરતી ફક્ત આઠ વ્યક્તિઓની જ કરવાની હોવાથી તક હાથમાંથી સરી ગઈ અને એ સરી ગયેલી તકે વિશ્વને એક મહાન સાયન્ટિસ્ટની ભેટ આપી.
અબ્દુલ કલામના સ્પેસ રિસર્ચની સિદ્ધિઓ એમને એમ જ તેમના નામે ચડેલી નથી. ગ્દછજીછ રિસર્ચ સેન્ટરમાં એક વર્ષ, ગોડ્ડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટર, વેલોપ્સ ફ્લાઈટ ફેસેલિટી જેવી સંસ્થાઓમાં સેટેલાઈટ લોન્ચ વેહિકલના પ્રોજેક્ટ્સમાં તેમનું પ્રદાન અને એ પ્રોજેકટ્સની સફળતાએ તેમની સફળતામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. અતિશય વિલક્ષણ શોધખોળ, આકરી મહેનત અને સમર્પિતતાભરી કુશાગ્ર કુનેહથી સંપૂર્ણપણે ભારતમાં જ ર્નિિમત અગ્નિ મિસાઈલની પહેલી નિષ્ફળતા પછી અદ્વિતીય સફળ ભેટ આપી, એ ઘટના ઈતિહાસના પાને કયારેય ન વિસરાય તેવી ઘટના છે.
પૂર્વજોની શ્રીમંતાઈના સાક્ષી હોવા છતાં, અત્યંત ગરીબીમાં પણ ન્યૂઝ પેપર વેંચીને પોતાનું આત્મસન્માન જાળવીને નાનકડા ગામમાંથી વિશ્વ વિખ્યાત વૈજ્ઞાાનિક બનેલ ઉમદા વ્યક્તિત્વ. અને વિશ્વની મહાન લોકશાહીના સર્વોચ્ચપદે સર્વાનુમતે નિમાયેલા અબ્દુલ કલામ એટલે જાણે ખુદ કમબેકનો પર્યાય.
ડો.એ.પી.જે.અબ્દુલ કલામ તરીકે ઓળખાય છે, તેઓશ્રી ભારતના રાષ્ટ્રપતિ પદે ઇ. સ. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી બિરાજમાન હતા.તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને “જનસામાન્યનાં રાષ્ટ્રપતિ” તરીકે લોકચાહના મેળવી. અબ્દુલ કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ્ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઇ ખાતેથી કર્યો હતો.
તેઓ ભારતના એક માત્ર અવિવાહિત, વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ હતા.રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સરંક્ષણ અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ખાતે કામ કર્યુ હતું.હ્રદય રોગના હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ભારતના મેઘાલય રાજ્યના,પાટનગર શિલોંગ ખાતે તેમનું અવસાન થયું.
તેઓને આટલા પુરસ્કારોથી સન્માનીત કરવામાં આવ્યાં હતાં.
૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા છે.૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો.તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ)માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે.
ભારત સરકારે તેમના ઇસરો અને ડી.આર.ડી.એ.માં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ અને ૧૯૯૦માં પદ્મવિભૂષણથી નવાજ્યા છે.
2005 માં તેમની સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત દરમ્યાન તે દેશે ૨૬ મેને વિજ્ઞાન દિવસ ઘોષિત કર્યો હતો.૨૦૧૩માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો જે મેળવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા.મિત્રો આવું હતું આપણાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલકલામ નું જીવન.