અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં કામ કરતા કર્મચારી પર એસિડ એટેક, સીસીટીવીમાં કેદ થયો સમગ્ર બનાવ

એક તરફ કોરોના ચારેય તરફ વકર્યો છે જેના કારણે હોસ્પિટલમાં દોડધામ રહેતી હોય છે તેવામાં અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં એસિડ એટેકનો બનાવ સામે આવ્યો છે હોસ્પિટલમાં કામ કરતા કર્મચારી સાથે એક યુવકની બ્લડ ડોનેટ કરવા બાબતે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે કર્મચારી અને તે યુવક વચ્ચે ભયંકર ઝઘડો થયો હતો.

આ ઝઘડમાં તે યુવક ઉશ્કેરાઈ ગયો અને તેણે હોસ્પિટલના કર્મચારી પર એસીડ ફેક્યું હતું. જેના કારણે કર્મચારી ગંભીર રીતે દાઝી જતા તેને તુરંત સારવાર અર્થે ખસેડ્યો જોકે એસિડ એટેક કરીને તે યુવક હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો. પરંતુ આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેથી પોલીસે આ મામલે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

ભોગ બનનાર કર્મચારી સવારના સમયે 11 વાગ્યે હોસ્પિટલમાં તેની ફરજ બજાવી રહ્યો હતો. તે સમયે આરોપી યુવક તેની પાસે આવ્યો અને તેણે કહ્યું કે તમે મને બ્લડ ડોનેટ કરી આપો..જે વાત સાંભળીને કર્મચારીએ કહ્યું કે ભાઈ અહીયા બ્લડ ડોનેટ નથી થતું. આટલું સાંભળ્યા બાદ યુવક ઉશ્કેરાઈ ગયો. અને તેણે કર્મચારી સાથે ઝઘ઼ડો કર્યો હતો સાથેજ તે કર્મચારીને ગાળો પણ બોલ્યો હતો.

બંને વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ જેમા કર્મચારીએ તેને ગાળો બોલવાની ના પાડી. કારણકે હોસ્પિટલમા તે સમયે અન્ય મહિલાઓ પણ હતી. સાથેજ દર્દીઓ પણ બધું સાંભળી રહ્યા હતા. તેજ સમયે યુવક ઉશ્કેરાઈને સરોલોજી વિભાગના દરવાજા પાસે ગયો. જ્યા કેમિકલ ભરેલી બોટલ લઈને તે આવ્યો. પરંતુ ખરેખરમાં તે બોટલની અંદર એસિડ હતું.

યુવકે તે એસીડ કર્મચારીના જમણા હાથ પર નાખ્યું. જેથી કર્મચારીને હાથના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ મુદ્દે યુવકને લાગ્યું કે હવે તે બચી નહી શકે જેથી તેણે તુરંતજ ત્યાથી ચાલતી પકડી હતી ને તે ગણતરીના સમયમાં ત્યાથી ફરાર થઈ ગયો પરંતુ સીસીટીવી કેમેરામાં યુવકની કરતૂત કેદ થઈ ગઈ વીડિયોમાં સ્પષ્ટપણે એવું જોઈ શકાય છે કે કેવી રીતે આરોપી યુવક હુમલાને અંજામ આપી રહ્યો છે અને હુમલો કરીને તે ત્યાથી ભાગી જાય છે.

ઉલ્લેખનિય છે કે કર્મચારીની મદદ કરવા માટે આસપાસના લોકો તુરંત ભેગા થયા ગયા અને તેને હોસ્પિટલમાંજ દાખલ કરવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યા તમણે કર્મચારીની ફરિયાદ નોંધીને આરોપી યુવક સામે ગુનો નોંધ્યો છે. સાથેજ પોલીસે આરોપી યુવકની શોધખોળ હાથ ધરી છે.

Scroll to Top