હાસ્યસ્પદ કિસ્સો: PPE કીટ પહેરીને તસ્કરોએ મચાવ્યો તરખાટ, CCTVમાં કેદ થઈ તસ્કરોની કરતૂત..

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આ વીચીત્ર બનાવ સામે આવ્યો છે ગીર ગઢડામાં જ્યા તસ્કરોએ સોનીની દુકનામાં ચોરી કરી હતી. જોકે સાંભળીને તમને નવાઈ લાગશે કે તસ્કરોએ પીપીઈ કીટ પહેરીને ચોરીને અંજામ આપ્યો છે. સીસીટીવીમાં જ્યારે તેમની કરતૂત કેદ થઈ ત્યારે લોકો પણ ચોંકી ગયા હતા.અને સમગ્ર મામલે હાલ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ઢસા ગામે આવેલ સ્ટેશન રોડ પર સળંગ જ્વેલર્સની દુકાનો આવેલી છે. જેમા બે દુકાનોમાં મોડી રાત્રે તસ્કરો ઘુસ્યા હતા. ઈકો કારમાં તસ્રરો આવ્યા હતા.અને કારમાંથી જ્યારે તસ્કરો ઉતર્યા ત્યારેજ તેમણે પીપીઈ કીટ પહેલી હતી. તસ્કરોને એમ હતું કે રાત્રીના અંધકારમાં તેમને કોઈ જોઈ નહી શકે. પરંતુ સીસીટીવીમાં તેઓ કેદ થઈ ગયા.

દુકાનનું શટર તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આફ્યો હતો. જેમા પહેલી દુકાનમાંથી તેમણે કાઉન્ટરમાં મુકેલી સોનાની બુટ્ટી, કાચની જોડી અને સોનાની વીંટી ચોરી હતી. અને તેમન આ બધીજ કરતૂત સીસીટીવીમં કેદ થઈ ગઈ હતી. કુલ મળીને પહેલી દુકાનમાંથી તસ્કરોએ 2 લાખ 82 હજારના મુદ્દામાલની ચોરી કરી હોવાનું સામે આવ્યું.

તો બીજી દુકાનમાં પણ તેમણે શટર તોડીને અંજામ આફ્યો જેમા તેમણે ચાંદીની વીટી, ઈમીટેશનના ડાયનંડ સેટ મળીને કુલ 2,92,000 ની ચોરી કરી હતી. જે મામલે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો જાણ તઈ કે તસ્કરો પીપીઈ કીટ પહેરીનેજ દુકાનમાં ઘુસ્યા હતા. જેથી તેમને કોઈ ઓળખી ન શકે.

સમગ્ર મામલે હાલમાંતો તસ્કરો માત્ર પીપીઈ કીટ પહેરીને આવ્યા હતા. અને તેઓ ઈકો કારમાં ચોરી કરવા આવ્યા હતા. તેવી માહિતી સામે આવી છે. પરંતુ ચોર ક્યાથી આવ્યા હતા. સાથેજ તેમણે કયો રસ્તો વાપર્યો હતો. તે મામલે હજુ કોઈ માહિતી સામે નથી આવી. અને પોલીસ પણ સીસીટીવીને આધારે આગળની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે લાખો રૂપિયાની ચોરી થવાને કારણે જ્વેલર્સના વેપારીઓમાં હાલ ભયનો માહોલ ફેલાયેલો છે. કારણે રાત્રીના અંધકારમાં તસ્કરોએ જે ચાલાકીથી ચોરી કરી છે તે જોઈને બધાજ વેપારીઓ પણ ચોંકી ગયા છે. જેથી પોલીસ હવે ચોરીને અંજામ આપનારા તસ્કરોને કેટલા સમયમાં ઝડપી પાડે છે. તે જોવું રહ્યું.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો MotionToday Gujarati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here