ઐતિહાસિક નિર્ણય: સ્વિટ્ઝર્લન્ડમાં સમલૈંગિક યુગલોને મળી લગ્ન માટે મંજૂરી, યોજાયો હતો લોકમત

સ્વિટ્ઝર્લન્ડમાં સમલૈંગિક કપલ્સની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. સ્વિટ્ઝર્લlન્ડના મતદારોએ સમલૈંગિક લગ્નોને મંજૂરી આપવા માટે મોટી બહુમતી સાથે મત આપ્યો છે, જે પશ્ચિમ યુરોપના અન્ય દેશોની જેમ સમલૈંગિક અધિકારો આપનારા દેશોમાંનો એક છે.

64.1 ટકા મતદારોએ લગ્નની તરફેણમાં આપ્યો મત

સત્તાવાર પરિણામો દર્શાવે છે કે સ્વિટ્ઝરલેન્ડના તમામ 26 કેન્ટોન અથવા રાજ્યોમાં 64.1 ટકા મતદારોએ તેની તરફેણમાં મત આપ્યો છે. સ્વિટ્ઝર્લન્ડની સંસદ અને સંચાલક મંડળ ફેડરલ કાઉન્સિલે “બધા માટે લગ્ન” ના નિર્ણયનું સમર્થન કર્યું. સ્વિટ્ઝર્લન્ડે 2007 થી સમલૈંગિક લોકોને સાથે રહેવાનો અધિકાર આપ્યો છે.

સમર્થકોએ જણાવ્યું હતું કે આ પગલાથી સમલિંગી યુગલોને વિજાતીય યુગલોના સમાન કાનૂની અધિકારો મળશે. આમાં તેમને એકસાથે બાળકોને દત્તક લેવાની છૂટ આપવી અને સમાન-લિંગ વાળા જીવનસાથીઓ માટે નાગરિકતા આપવાની સુવિધાનો સમાવેશ થાય છે. આ સમલૈંગિક યુગલોને નિયંત્રિત શુક્રાણુ દાનની પણ મંજૂરી આપશે.

વિરોધીઓનું શું કહેવું છે?

જયારે, વિરોધીઓનું માનવું છે કે એક સાથે રહેવાના નિર્ણયને સંપૂર્ણ લગ્નમાં પરિવર્તિત કરવાનો અધિકાર પુરુષ અને સ્ત્રીના જોડાણ પર આધારિત પારિવારિક બંધારણને આંચકો આપશે. જીનીવા ના એક મતદાન મથક પર રવિવારે મતદાર અન્ના લીમગ્રુબરે કહ્યું કે તેને તેની વિરુદ્ધ મત આપ્યો કારણ કે તે માને છે કે “બાળકોને પિતા અને માતાની જરૂર પડશે.

માત્ર 85 લાખ છે સ્વિટ્ઝરલેન્ડની વસ્તી

જો કે, નિકોલસ ડિજિયરલતકાએ કહ્યું કે તેણે સમર્થનમાં મત આપ્યો. તેમણે સ્વીકાર્યું કે સમલૈંગિક લગ્ન “કહેવાતા” (તથાકથિત) પરંપરા વિરુદ્ધ છે. તેમને કહ્યું “મને લાગે છે કે બાળકો માટે મહત્વપૂણ વાત એ છે કે તેમને પ્રેમ અને સન્માન આપવામાં આવે, મને લાગે છે કે એવા બાળકો છે કે જેઓ કહેવાતા (તથાકથિત) ‘વિરુદ્ધ’ યુગલોમાં સન્માન કે પ્રેમ નથી મળતા.

જણાવી દઈએ કે સ્વિટ્ઝરલેન્ડની વસ્તી 85 લાખ છે, તે પરંપરાગત રૂઢચુસ્ત છે અને દેશમાં 1990 માં તમામ મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

Scroll to Top