આવી જંગલી રીતે કરાય છે મહિલાઓની સુન્નત, જાણો કયા કયા દેશ છે

મહિલાઓની સુન્નતની પ્રથા દુનિયાના ઘણા દેશોમાં મહિલાઓની પણ સુન્નત કરવામાં આવે છે. જેને અંગ્રેજીમાં ફિમેલ જેનિટલ મ્યુટિલેશ કહે છે.

મહિલાઓએ આ પ્રથા વિરુદ્ધ કેમ્પેઈન પણ શરુ કરી દીધું છે. પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓની સુન્નત કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા દરમિયાન તેમને કેવા પ્રકારના શારીરિક અને માનસિક પીડામાંથી પસાર થવું પડે છે.

આવી રીતે થાય છે સુન્નત આ પ્રક્રિયામાં મહિલાની યોનિના એક ભાગ ક્લિટોરિસને રેઝર બ્લેડ વડે કાપી નાખવામાં આવે છે.

ઘણી વખત ક્લિટોરિસઅને યોનિની અંદરની ત્વચાને પણ આંશિકરુપે હટાવી દેવાય છે. આ પરંપરાને લઈને વિશ્વાસ છે કે મહિલાઓની યૌનિકતા પિતૃસત્તા માટે ખતરનાક છે અને મહિલાઓને સેક્સનો આનંદ માણવાનો કોઈ અધિકાર નથી માનવામાં આવે છે.

જે મહિલાઓની સુન્નત કરવામાં આવે છે. તેઓ પોતાના પતિના પ્રત્યે વધારે વફાદાર રહે છે અને ઘરથી બહાર નીકળતી નથી. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા પ્રમાણે સુન્નત ચાર પ્રકારે થઈ શકે છે. આખી ક્લિટોરિસ કાપી નાખવી, થોડીક કાપી નાખવી, યોનીને સીવી નાંખવું, છેદવી કે વીંધાવવી.

આ છે નુકસાન એક જ રેઝરથી ઘણીબધી મહિલાઓની સુન્નત કરવાથી યોની સંક્રમણ સિવાય વાંઝિયાપણ જેવી બીમારીઓ થઈ શકે છે.

આ દરમિયાન વધારે લોહી વહી જવાને કારણે બાળકીનું મોત પણ થઈ જાય છે. દુ:ખ સહન ન કરી શકવાને કારણે અને શૉકને કારણે ઘણી બાળકી કોમામાં પણ જતી રહે છે.

આ આંકડા ભયજનક છે યુનિસેફના આંકડાઓ પ્રમાણે દુનિયાભરમાં વાર્ષિક 20 કરોડ મહિલાઓની સુન્નત કરવામાં આવે છે. આ પૈકી અડધા તો ઈજિપ્ત, ઈથિયોપિયા અને ઈંડોનેશિયમાં થાય છે.

આંકડા પ્રમાણે જે 20 કરોડ બાળકીઓની સુન્નત કરવામાં આવે છે તે પૈકી લગભગ 4.5 કરોડ બાળકીઓ 14 વર્ષ કરતા ઓછી ઉંમરની હોય છે. ઈંડોનેશિયામાં અડધા કરતા વધુ બાળકીઓની સુન્નત થઈ ચૂકી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top