અયોધ્યા રામ મંદિર આંદોલન પાછળ વડાપ્રધાન મોદી નો પણ હતો મોટો હાથ,આ એક નિર્ણયે બદલી નાખી હતી દિશા…

આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યા રામ મંદિર ને લઈ ને ઘણા સમય થી કેસ ચાલી રહ્યો છે.પરંતુ તેના પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.જેઠીત અમને જણાવી દઈએ કે આજે રામ મંદિર ને લઈ ને કોર્ટ અંતિમ ફેંસલો કરવાની છે.આપણે સૌ જાણીએ છીએ કે આજે અયોધ્યા રામ મંદિર ને લઇ ને અંતિમ ચુકાદો આવવાનો છે.સુપ્રીમ કોર્ટે રાજકારણની દ્રષ્ટિએ સંવેદનશીલ રામ જન્મસ્થળ-બાબરી મસ્જિદ ભૂમી વિવાદ કેસનો આજે અંત આવશે.

જેથી અમે તમને રામ મંદિર ને લઈ ને કેટલીક વાતો જણાવીશું કે જે તમે નહીં જાણતાં હોવ,અયોધ્યા રામ મંદિર આંદોલન પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો પણ મહત્વનો મોટો હાથ હતો.1990માં ભાજપના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા રામ મંદિર સુધી રથયાત્રા કાઢી હતી.સોમનાથથી નિકળેલી રથયાત્રાના રણનીતિકાર વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ રથયાત્રામાં સામેલ હતા.અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા રામ મંદિર આંદોલનમાં ભાગ લીધો હતો.

રામ મંદિર ને લઈ ભાજપના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી એ એક આંદોલન કર્યું હતું. ભાજપના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી 25 સપ્ટેમ્બરે ગુજરાતના સોમનાથથી અયોધ્યાની રથયાત્રા પર નિકળ્યા હતા.અને આ રથયાત્રામાં હજારો લોકો જોડાયા હતાં.આ રથયાત્રા 30 ઓક્ટોબરે અયોધ્યામાં સમાપ્ત થવાની હતી.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જ્યાં તે જ દિવસે કારસેવાની જાહેરાત કરવામાં આવી હતી. 8 રાજ્યોથી પસાર થનારી આ ‘શેવરલેટ રથયાત્રા’લગભગ 10 હજાર કિલોમીટરની હતી.અને આ રથયાત્રા ખુબજ લાંબી હતી.ગલગોટાના ફૂલોથી સણગારેલા પોતાના રથથી યાત્રાની શરૂઆત કરતા અડવાણીએ જણાવ્યુ હતુ કે, કારસેવામાં બીજેપીના બધા જ સાંસદ અને ધારાસભ્ય ભાગ લેશે.અને દરેક લોકો આ કારસેવામાં ભાગ લે તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે લાલકૃષ્ણ અડવાણીની આ રથયાત્રાના આયોજક પ્રમોદ મહાજન હતા,પરંતુ શું તમે જાણો છો એ યાત્રામાં નરેદ્ર મોદી નો પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગુજરાતમાં આ યાત્રાના રણનીતિકાર અને શિલ્પી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા.અને નરેદ્ર મોદીનો પણ મોટો હાથ હતો.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આજના પીએમ નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાત રાજ્ય બીજેપીના મહામંત્રી હતા.આ યાત્રાના આયોજનના કારણે નરેન્દ્ર મોદીને પાર્ટીમાં આગવો દરજ્જો મળ્યો હતો.આમ જોઈએ તો અયોધ્યા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકારણીય જીવનનો અભિન્ન ભાગ રહ્યો હતો.

 

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અયોધ્યાના કારણે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યા.અને ત્યારબાદ તેમને રાષ્ટીય રાજકારણમાં ખુબજ હલચલ મચાવી હતી.લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં કાઢવામાં આવેલી સોમનાથથી અયોધ્યાની રથયાત્રાએ રામમંદિર આંદોલનની દિશા બદલી નાંખી હતી. આ યાત્રાના કારણે સમગ્ર દેશમાં રામ લહરની ગૂંજ ઉત્પન્ન થઈ હતી.અને ત્યારબાદ લોકો રામ મંદિર માટે આંદોલન કરવા લાગ્યા હતા.અને રામ મંદિર ને લઈ ને દેશમાં રામ લહેરી ની ગુજ ઉઠી હતી.

તે 13 ડિસેમ્બર 1990ની તારીખ હતી.આ તારીખે નરેન્દ્ર મોદીએ રથયાત્રાની રૂપરેખા દેશના સામે રાખી હતી.મોદીએ તે જ દિવસે મીડિયાને રથયાત્રાના કાર્યક્રમ અને તેના રસ્તા વિશે સૂચિત કર્યો હતો. રથયાત્રા 25 સપ્ટેમ્બરે સોમનાથથી શરૂ થઈને 30 ઓક્ટોબરે અયોધ્યામાં પૂરી થવાની હતી.અને આ યાત્રામાં અનેક લોકો જોડાયા હતા.અને કહેવામાં આવે છે કે આ યાત્રા ખુબજ લાંબી હતી.જે 10 હજાર કિલોમીટર લાબી હતી.તેમણે આ દરમિયાન રામમંદિરને રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતના અને સંકલ્પનો ભાગ બતાવીને સંઘર્ષનો મંત્ર ફૂક્યો હતો.

નરેન્દ્ર મોદી આ દૂરગામી મિશનના બેકરૂમ મેનેજર હતા.આ રથયાત્રાની સફળતાને કારણે તેમનો કદ પાર્ટીમાં વધી ગયો હતો.અને નરેન્દ્ર મોદી પ્રત્યે દરેક લોકો ના દિલમાં ભાવના જાગી હતી.અને ત્યારબાદ નરેન્દ્ર મોદી એક મોટા રાજકારણી બન્યા હતાં.તેમને મુરલી મનોહર જોશીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રાના પણ સારથી તરીકે તેમની જાહેરાત કરી હતી.નરેન્દ્ર મોદીની રણનીતિથી સફળ થયેલી આ રથયાત્રાને કારણે માત્ર કેન્દ્રની વી.પી.સિંહની સરકાર ન પડી હતી, પરંતુ ઉત્તર પ્રદેશથી કોંગ્રેસનું મૂળ હંમેશા માટે ઉખાડી દીધા હતા.આમ રામ મંદિર ને લઈ ને નરેદ્ર મોદીનો મોટો હાથ હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top