આપણે સૌ જાણીએ છીએ કે કાલે વર્ષોથી ચાલી રહેલા રામ મંદિર ના કેસ નો અંત આવ્યો છે.અયોધ્યા વિવાદને લઇને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પાકિસ્તાનથી પણ પ્રતિક્રિયા આવી છે.અને અયોધ્યાના નિર્ણય પર પાકિસ્તાને નિવેદન આપ્યું છે.પાકિસ્તાનના વિદે શ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કરતારપુર કોરીડોર ખોલવાના દિવસે આવેલા આ નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યા છે.અને અયોધ્યાની વિવાદિત જમીન પર આપેલા ચુકાદા પર પાકિસ્તાનના લોકો એ પ્રશ્ન ઉઠાવ્યો છે.પીટીઆઈ અનુસાર તેમને કહ્યું, ‘શું આને થોડા દિવસ ટાળી શકાઇ શકે તમ નહતું હું આ ખુશીના અવસરે બતાવવામાં આવેલ અસંવેદનશીલતાથી ખુબ જ દુ:ખી છું.આમ જણાવી કાલે થયેલા અયોધ્યાના ચુકાદા પર પાકિસ્તાનના મહેમૂદ કુરૈશીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો.
આપણે સૌ જાણીએ છીએ કે કાલે અયોધ્યા કેસ નો અંત આવી ગયો છે.અને અયોધ્યાની વિવાદિત જમીન રામલલ્લા ને આપવામાં આવી છે અને મુસ્લિમ પક્ષ ના લોકો ને યોધ્યામાં અન્ય જગ્યા પર 5 એકર જમીન આપવાની વાત કરી છે.કરતારપુર કોરીડોરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે,શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું, ‘તમારે આનાથી ધ્યાન ભટકાવવાની જગ્યાએ આ ખુશીના અવસરે આનો ભાગ બનવું જોઇએ.અમારા આ ખુશી ના તહેવાર પર તમારે આ નિર્ણય ન લેવો જોઈએ,તમારે આ અવસર પછી આની સુનાવણી કરવી જોઈએ.
આ વિવાદ સંવેદનશીલ હતો અને આને આ શુભ દિવસનો હિસ્સો બનાવવો જોઇતો નહતો.’ આ કોરીડોર ગુરદાસપુરમાં બાબા નાનક ગુરૂદ્વારેને પાકિસ્તાનના કરતારપુર સ્થિત દરબાર સાહિબને જોડે છે. કહેવામા આવે છે કે, અહીં ગુરૂ નાનક દેવ પોતાના જીવનના અંતિમ વર્ષ વિતાવ્યા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, મુસ્લિમો ભારતમાં પહેલાથી જ ઘણા દબાવમાં છે અને સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય તેમના પર વધારે દબાણ બનાવશે.જેથી તમારે આ અવસર પર આ કેસ નો નિર્ણય લેવો ખુબજ દુઃખી જનક છે.અને તમારે અયોધ્યા કેસ પર થોડા દિવસો પછી નિર્ણય કરવાની જરૂર હતી.
આ ઉપરાંત પાકિસ્તાનના અન્ય લોકો એ પણ અયોધ્યા કેસના નિર્ણયને શરમજનક ગણાવ્યો હતો અને બીજી તરફ, પાકિસ્તાનના વિજ્ઞાન અને ઔદ્યોગિત મંત્રી ફવાદ હુસૈને આ નિર્ણયને શરમજનક, ખરાબ અને ગેરકાયદેસર ગણાવ્યો હતો અને આ કેસ ને ખોટો ગણાવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર તેમને વિરોધ કર્યો હતો. સરકારી પાકિસ્તાની રેડિયોના એક સમાચાર અનુસાર સૂચના અને પ્રસારણ મામલાઓના મંત્રીની વિશેષ સહાયક ફિરદોસ એવાને નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભારતીય સુપ્રીમ કોર્ટે જણાવી દીધું છે કે, તે સ્વતંત્ર નથી.
આમ પાકિસ્તાનના લોકો અયોધ્યા કેસ ના ચુકાદાને ખોટો ગણાવી રહી છે.તેમને કહ્યું કે,એક તરફ કરતારપુર કોરીડોર ખોલીને પાકિસ્તાન લઘુમતીઓના અધિકારોને સુનિશ્ચિત કરી રહ્યું છે,તો બીજી તરફ ભારત મુસ્લિમો સહિત લઘુમતી પર અત્યારચાર કરી રહી છે.આમ કહી પાકિસ્તાની લોકો એ સુપ્રીમ કોર્ટ નિર્ણય ને શરમજનક,ખોટો ગણાવ્યો છે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ ના આ નિર્ણય પર પાકિસ્તાની સેનાની પ્રતિક્રિયા પણ આવી છે. સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે ટ્વિટ કરતા કહ્યું કે, ‘દુનિયાએ એક વખત ફરીથી અતિવાદી ભારતનો અસલી ચહેરો જોઇ લીધો છે.અને આમ કહી ભારત દેશ નું અપમાન કર્યું હતું.પાંચ ઓગસ્ટે કાશ્મીરનો ભારતનો સંવૈધાનિક દરજ્જો ખત્મ કર્યો અને આજે બાબરી મસ્જિદ પર નિર્ણય આવ્યો.આમ મોદી સરકાર ના આ નિર્ણયો ને પાકિસ્તાન શરમજનક અને ખોટો ગણાવી રહી છે.બીજી તરફ, પાકિસ્તાને બીજી વખતે ધર્મનું આદર કરતા ગુરૂ નાનકના સેવકો માટે કરતારપુર કોરિડોર ખોલી દીધા છે.
આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં વિવાદિત જમીન નો કાલે ફેંસલો આવી ગયો છે.સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ ચોખ્ખો કરી દીધો છે. અને અહીં ભવ્ય રામ મંદિર નું નિર્માણ કરવાની વાત કરી છે.કોર્ટ વિવાદીત ભૂમિ હિન્દુ પક્ષને આપતા સરકારને નિર્દેશ આપ્યો છે કે, મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવે. સાથે જ તેમને કહ્યું કે, ‘સુન્ની વક્ફ બોર્ડ’ને મસ્જિદના નિર્માણ માટે પાંચ એકડ જમીન ફાળવણી કરવામાં આવશે.જેથી મુસ્લિમ પક્ષ ના લોકો પણ અયોધ્યામાં મજ્જિદ નું નિર્માણ કરી શકે.મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યવાળી સંવિધાન પીઠે 130 વર્ષથી ચાલ્યા આવતા વિવાદનો અંત આણી દીધો છે.અને અયોધ્યા કેસનો અંત લાવી દીધો છે.