અયોધ્યા રામ મંદિરનો ચુકાદો શનિવારે જ કેમ ? આ છે મહત્વનું કારણ…

આપણે સૌ જાણીએ છીએ કે રામ મંદિર ને લઈ ને ઘણા વર્ષો થી કેસ પેન્ડિગ ચાલે છે.પરંતુ આજે અયોધ્યા રામ મંદિર નો અનિત સુનાવણી કરવાની છે.દેશના સૌથી ચર્ચિત તથા વિવાદિત અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે આજે એટલે કે શનિવારના રોજ સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે.અને આ ચુકાદો આજે સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દેવામાં આવશે.આ મામલે સુનાવણી પૂરી કર્યા બાદ દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.ત્યારથી જ તે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના સેવા નિવૃત્ત થતાં પહેલાં આ મામલે ફેંસલો આવી જશે.અને આજે અયોધ્યા રામ મંદિર ને લઈ ને અતિમ સુનાવણી કરવામાં આવશે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ન્યાયમૂર્તિ ગોગોઇ 17 નવેમ્બરે રિટાયર થઇ રહ્યાં છે.જો કે અદાલત કોઇપણ દિવસે બેસી થશે કે,મામલે સુનાવણી કરી શકે છે અને ચુકાદો આપી શકે છે પરંતુ તેમ છતાં 17 નવેમ્બરે રવિવાર છે અને સામાન્ય રીતે આટલા મોટા કેસમાં ચુકાદો રજાના દિવસે નથી આવતો.જેથી આ ચુકાદો શનિવાર જાહેર થાય તે માટે શનિવારે આ ફેંસલો કરવાની જાહેરાત કરી છે.સાથે જ જે દિવસે ન્યાયાધીશ સેવાનિવૃત્ત થઇ રહ્યાં છે,તે દિવસે પણ મોટા કેસમાં સામાન્ય રીતે ચુકાદા આપવામાં નથી આવતાં.અગાઉ 16 નવેમ્બરે શનિવારે પણ રજાનો દિવસ છે.જેથી આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ન્યાયમૂર્તિ રંજન ગોગોઇનો અંતિમ કાર્યદિવસ 15 નવેમ્બરે છે.જેથી ત્યારબાદ તે રિટાયર્ડ થઈ જવાના છે.તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે અયોધ્યા મામલે ફેસલો ન્યાયમૂર્તિ ગોગોઇની અધ્યક્ષતા વાળી ખંડપીઠ 14 અથવા 15 નવેમ્બરે આપી શકે છે.અને આ કારણોસર તેમને આ ફેંસલો લીધો છે.અને તેમના વિદાય પહેલા રામ મંદિર નો ચુકાદો આવી આવી જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પરંતુ તેમાં પણ એક નવો વળાંક સામે આવ્યો. સામાન્ય રીતે કોર્ટ કોઇપણ ચુકાદો આપે તો તેને સંબંધિત કોઇ ટેક્નિકલ ગરબડ થાય તો આગામી દિવસે વાદી અથવા પ્રતિવાદીમાં કોઇપણ એકવાર ફરીથી અદાલતની શરણ લઇને આ ગરબડને દૂર કરવા અપીલ કરે છે.તેમાંથી એક કે બે દિવસ લાગે છે. આ મામલે 14-15 નવેમ્બરે ચુકાદાની સ્થિતિમાં આ એક-બે દિવસ ફરીથી 16-17 નવેમ્બરે જ આવ્યાં હોત.તેમ છતાં, અદાલત કે સરકાર તરફથી કોઇ એવા સંકેત ન મળ્યાં કે અયોધ્યા મામલે ચુકાદો 14 કે 15 નવેમ્બર પહેલાં પણ આવી શકે છે.જેથી તે વિશે વધુમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અચાનક શુક્રવારે રાતે તેવી સૂચના આવે છે કે અયોધ્યા મામલે ચુકાદો શનિવારે સવારે 10.30 વાગ્યે આપવામાં આવશે.અને આ મામલે સંપૂર્ણ ચુકાદો કરી દેવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ અચાનક એલાન ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો જ એક ભાગ છે કે આ ખૂબ જ સંવેદનશીલ, ભાવનાઓ અને આસ્થા સાથે જોડાયેલા મામલે અસામાજિક તત્વોને કોઇપણ પ્રકારની હિંસા ફેલાવવાની તક ન મળે.અને કોઈ પણ જાતનું ઝગડો કે અન્ય બાબતો ની અફવાઓ ન ફેલાય તે માટે આ તત્કાલિત ફેંસલો લેવામાં આવ્યો છે.તેથી શુક્રવારની રાતે ઘોષણા કરવામાં આવી કે શનિવારની સવાર સુધી આ મામલે ચુકાદો આપી દેવામાં આવે.

આ ઉપરાંત હાઇકમાન્ડ એ નેતાઓ અને કાર્યકારતો ને કોઈ પણ જાતનું નિવેદન ન આપવાની વાત કરી છે.દેશ અને અયોધ્યાના પ્રદેશ ઉત્તરપ્રદેશમાં સાંતિ માટે તેની પહેલાં આ જ રણનીતિ અંતર્ગત પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે. પ્રદેશ  અને કેન્દ્ર સરકારે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે.અને શહેરમાં કોઈ પણ જાતના ઝગડા કે મારપીટ ન થાય તે માટે સંપૂર્ણ સુરક્ષા કરી દેવામાં આવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top