કોઈના બાપની તાકાત નથી કે બાબાની ધરપકડ કરી શકે..’ વિવાદની વચ્ચે રામદેવનો વધુ એક વિડીયો થયો વાઈરલ

યોગગુરુ બાબા રામદેવ આજકાલ પોતાના નિવેદનોના કારણે ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી બાબા રામદેવ વિરુદ્ધ બદનક્ષીની નોટિસ મોકલવાના સમાચાર આવતા જ તેમનો એક અન્ય વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગ્યો છે. આ વિડીયોમાં તે કહી રહ્યા છે કે, કોઈના બાપની તાકાત નથી કે તે બાબા રામદેવની ધરપપકડ કરે.

બાબા રામદેવનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પર તેમને બદનામ કરવા માટે અનેક પ્રકારના ટ્રેન્ડ ચાલી રહ્યા છે પરંતુ આવી ઘટનાથી તેમને કોઈ ફરક પડતો નથી. આ વિડીયો ક્યારનો છે તે અંગે કોઈ માહિતી જાણવા મળી નથી.

વાઈરલ થઇ રહેલા વિડીયોમાં રામદેવ બોલી રહ્યા છે કે, ‘સોશિયલ મીડિયા પર લોકો માંગણી કરી રહ્યા છે કે ધરપકડ કરો અને ક્યારે પણ કંઈને કંઈ ચલાવી રહ્યા છે. ક્યારેક ચલાવે છે કે ઠગ રામદેવ, તો ક્યારેક મહાઠગ રામદેવ, અરેસ્ટ રામદેવ પણ કેટલાક લોકો દ્વારા ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યો છે. ચલાવવા દો તેમને. કહેવામાં આવી રહ્યું છે કે, સોશિયલ મીડિયા પર #arrestbabaramdev ટ્રેન્ડ થયા બાદ એક ઓનલાઈન મીટિંગ દરમિયાન બાબાએ આ મોટુ નિવેદન આપ્યું હતું.

મહત્વની વાત એ છે કે, IMAએ પતંજલિ યોગપીઠના વડા સ્વામી રામદેવને માનહાનિની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં કહેવાયું છે કે, બાબા રામદેવને 15 દિવસની અંદર તેમના આ નિવેદન માટે માફી માંગવી, નહીં તો આઈએમએ દ્વારા તેમની સામે 1000 કરોડનો દાવો કરવામાં આવશે. ડોકટરોના સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, બાબ રામદેવ પોતાના આ નિવેદનની વિરુદ્ધ લેખિતમાં માફી માંગવી પડશે, નહીં તો આ દાવા સમક્ષ કાયદેસર રીતે કાર્યવાહી કરાશે.

IMA દ્વારા સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વિડીયો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં બાબા રામદેવે દાવો કર્યો છે કે, એલોપથી ‘બકવાસ વિજ્ઞાન’ છે. તેમણે કહ્યું છે કે, દેશમાં કોરોના સારવાર માટે કંટ્રોલર જનરલ ઓફ ડ્રગ્સ દ્વારા મંજૂર કરાયેલ રેમાડેસિવીર, ફેવિફ્લુ અને આવી અન્ય દવાઓ દર્દીઓની સારવાર કરવામાં નિષ્ફળ નીકળી છે. તેમણે જણાવ્યું છે કે, જો એલોપથી સારી છે તો ડોકટરો બીમાર થવા જોઈએ નહીં.

Scroll to Top