એક વ્યક્તિએ ‘તારક મહેતા…’ની બબીતાને એવું શું પૂછ્યું કે મુનમુન દત્તાએ ભરીભરીને ગાળો આપી!

મુનમુન દત્તા છેલ્લા 13 વર્ષથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા ​​જીનું પાત્ર ભજવીને દર્શકોના દિલ જીતી રહી છે. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 6.7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. મુનમુન સોશિયલ મીડિયા ક્વીન હોવા છતાં ટ્રોલ તેનો પીછો છોડતા નથી. એકવાર મુનમુનને એટલા બધા અપમાનજનક શબ્દો સાંભળવા મળ્યા કે તે ગુસ્સે ભરાઈ ગઈ. અને ઉપરથી સીધી વાત કરનારાઓ પર પણ ભડકી ગઈ હતી.

હકીકતમાં, 2018 માં, મુનમુન દત્તાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પરથી પીળા ચણિયા ચોળીમાં પોતાની એક સુંદર તસવીર શેર કરી હતી. જ્યારે ચાહકો તેના પર પ્રેમનો વરસાદ કરી રહ્યા હતા, ત્યારે એક ટ્રોલએ તેની પોસ્ટ પર અભદ્ર ટિપ્પણી કરી. આ પછી અભિનેત્રી અને તેના ચાહકો ગુસ્સે થઈ ગયા. મુનમુનના ફોટો પર કોમેન્ટ કરતાં ટ્રોલે પૂછ્યું, ‘એક રાત કા કિતના?’ મુનમુને આ ટ્રોલને એવો ઠપકો આપ્યો કે જે તે જીવનભર યાદ રાખશે.


જો કે આપણે ક્યારેય મુનમુન દત્તાને કેમેરામાં અપશબ્દોનો ઉપયોગ કરતી જોઈ નથી. પરંતુ આ કોમેન્ટ પર મુનમુનનો પીત્તો ગયો અને આ કોમેન્ટ પર ભરીભરીને ગાળો આપી. તેણે લખ્યું કે તને બ્લોક કરતા પહેલા તારી ઔકાત દેખાડવી હતી. જો બહાદુર હોય તો સામે આવીને વાત કર. અને બીજી એક વાત, તને બ્લોક કરતા પહેલા તારું સ્ટેટસ બતાવવું મને સારું લાગ્યું. સમજી ગયો, અભણ માણસ. હવે પોતાના કદરૂપા ચહેરા સાથે અહીંથી જા અને બીજે કશે ગંદકી ફેલાવ.’

તમને જણાવી દઈએ કે અભિનેત્રી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકોનું દિલ કેવી રીતે જીતવું તે જાણે છે. તે અવારનવાર ફોટો અને રીલ્સ શેર કરતી રહે છે. ચાહકો પણ મુનમુનની દરેક તસવીર અને વીડિયો પર પોતાનો પ્રેમ વરસાવે છે. હાલમાં અભિનેત્રી એક જૂના નિવેદનને લઈને વિવાદોમાં ફસાઈ છે.

 

Scroll to Top