સિક્સર કિંગ યુવરાજ સિંહની રી-એન્ટ્રી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી આ મોટી જાણકારી

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

યુવરાજ સિંહ લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુવરાજ સિંહ ટીમ ઈન્ડિયાના મોટા મેચ વિનરોમાંથી એક ગણવામાં આવે છે. આમ તો યુવરાજ સિંહ દ્વારા ઈન્ટરનેશનલ ક્રિકેટને છોડી દેવામાં આવ્યું છે. તેમ છતાં હવે તેમણે પિચ પર ફરીથી ઊતરવાના સંકેત આપી દીધા છે. 2011 ના વર્લ્ડ કપના હીરો રહેલા યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો મૂકીને ફેબ્રુઆરી 2022 માં ફરીથી પિચ પર ઊતરવાનો ઈશારો કરી દીધો છે.

યુવરાજ સિંહ દ્વારા જે વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે એ તેમણે ઈંગ્લેન્ડની સામે રમેલી 150 રનની ઈનિંગનો રહેલો છે. બેટિંગ કરતા તેમણે આ વીડિયોને તેરી મિટ્ટીના ગીત પર એડિટ કરીને પોસ્ટ કરેલ છે. યુવરાજ સિંહે સોશિયલે મીડિયા પર પોતાનો આ વીડિયો પોસ્ટ કરતા જણાવ્યું છે કે, તમારું ભાગ્ય ભગવાન નક્કી કરે છે. પબ્લિક ડિમાન્ડ પર હું ફરીથી ફેબ્રુઆરીમાં પિચ પર ઉતરવાનો છુ. આ ફિલિંગથી વધુ મારા માટે કંઈ જ નથી. હું એના માટે બધાનો આભાર માનું છું.

યુવરાજ સિંહની વાત કરવામાં આવે તો તેમને ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 T20 મેચ રમી છે. તેમણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11000 થી વધુ રન બનાવ્યા છે, જેમાં 17 સદી અને 71 અડધી સદીનો સમાવેશ થાય છે. યુવરાજ સિંહે 11000 થી વધુ રન બનાવવા સિવાય તેમણે 148 વિકેટ પણ લીધી છે, જેમાં 2 વખત 4 વિકેટ અને 1 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

યુવરાજ સિંહ દ્વારા ઈન્ટરનેશનલ ડેબ્યુ વર્ષ 2000 માં નૈરોબીમાં રમાયેલી ICC નોકઆઉટ ટૂર્નામેન્ટમાંથી કરવામાં આવ્યું હતું. યુવરાજ સિંહ દ્વારા તેમની અંતિમ મેચ 30 જૂન 2017 ના રોજ વેસ્ટ ઈન્ડીઝની સામે રમી હતી. તેમના દ્વારા રિટાયરમેન્ટની જાહેરાત વર્ષ 2019 માં કરવામાં આવી હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો