મિત્રો હાલ ગુજરાત માં જ્યારે ચારેબાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગુજરાત માટે એક માઠા સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે.
જયારે ગુજરાત માં અનેક વિસ્તાર માં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે વરસાદ ના કારણે ઘણા વિસ્તાર મુશ્કેલી માં મુકાયા છે વરસાદ થી ઘણા વિસ્તારો માં ખુબ પાણી ભરાય ગયું છે.
પહેલાથીજ આવી કપરી પરિસ્થિતિ નો સામનો કરતા ગુજરાત વાશીઓ સામે એક નવું જોખમ આવ્યું છે ગુપ્ત સુરક્ષા એજન્સીઓ દ્વારા મળતી ખબરો હેઠળ આ સમાચારો બહાર આવ્યા છે
ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધીમાં મોટો આંતકી હુમલો થવાની સંભાવના સૂત્રો જણાવી રહ્યા છે.સુરક્ષા એજન્સીઓએ આંતકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઘણા આંતકીઓ ગુજરાતમાં હોવાના ઇનપુટ મળી રહ્યા છે. આ ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે.
કે આંતકી ગુજરાતમાં વર્ષ 2008 જેવા હુમલાને દોહરાવી શકે છે. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ મળતા જ ગુજરાત પોલીસ સતર્ક થઇ ગઇ છે.સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને બોમ્બ ધડાકાથી નષ્ટ કરવા માંગે છે આંતકીઓ: અપાયું આઈબી દ્વારા એલર્ટ.
12 ફેબ્રુઆરીના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં નર્મદા નદીના કિનારે બનેલા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને લઇને ઈન્ટેલિજેન્સ બ્યૂરો (આઈબી)એ એલર્ટ જાહેર કર્યું હતું. આઇબીનું એલર્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે, આતંકવાદી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ઉડાવી શકે છે.
આ ઘટનાને અંજામ આપવા માટે આંતકીઓ ઘણા બોમ્બ વિસ્ફોટ કરી શકે છે. આઈબી એલર્ટ પર ગુજરાત સરકારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સુરક્ષા વધારી દીધી છે. આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીના અવસરે 182 મીટર ઉંચી ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’નું અનાવરણ કર્યું હતું.
નર્મદા નદીમાં સાધુ બેટ દ્વિપ પર નિર્માણ થયેલ પ્રતિમા દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે.સેટેલાઇટ ફોનથી કરી રહ્યા છે વાતચીત
આ ષડયંત્રની ખબર ગુપ્ત વિભાગને સેટેલાઇટ ફોનથી થઈ રહેલી વાતચીતથી પરથી પડી છે. સેટેલાઇટ ફોન ભારતમાં પ્રતિબંધ છે, જેથી આ કોલના તપાસના આદેશ આપ્યા છે.
મુંબઈમાં 26/11ના હુમલા દરમિયાન પણ આતંકીઓએ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કર્યો હતો અને પાકિસ્તાનથી આ ફોન દ્વારા જ આતંકવાદીઓ સાથે વાતચીત થઈ રહી હતી.