બગદાદ કોવિડ હોસ્પિટલમાં આગ, 82 લોકોના મોત, 110 થી વધુ ઇજાગ્રસ્ત

ઇરાકની રાજધાની બગદાદમાં કોરોનાની સારવાર આપી રહેલી એક હોસ્પિટલમાં ઓક્સીજન ટેન્કમાં બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના સામે આવી છે. આ અગ્નિકાંડમાં 82 લોકોએ જીવ ગુમાવીયો અને 110 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે.

ઇરાકના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યુ છે કે, આ દર્દનાક ઘટના બાદ દેશની બધી હોસ્પિટલમાં સુરક્ષા પગલાઓની નવી સમીક્ષા કરવા કહેવામાં આવ્યુ છે. દીઆલા બ્રિજ વિસ્તારની ઇબન અલ ખાતીબ હોસ્પિટલમાં શનિવારે આગ લાગી હતી.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ છે કે, દર્દી અને તેમના સાથીઓએ પોતના જીવ બચાવવા બારીમાંથી કુદી રહ્યા હતા. આગ એટલી ઝડપથી ફેલાઇ રહી હતી, જેમ તેલમાં લાગ્યા બાદ વધે છે. આગમાં ઘાયલ થયેલા તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈરાકના હ્યુમન રાઇટ્સ કમિશને ટ્વીટ કર્યું છે કે, મરનાર 28 દર્દી એવા હતા કે, જે વેન્ટીલેટર પર હતા. સ્વાસ્થ મંત્રાલયનું કહેવું છે કે, અગ્નિકાંડમાં 200 લોકોને હોસ્પિટલથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ઇરાકમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. વડાપ્રધાન મુસ્તફા અલ કાધીમીએ તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે, આવી આગ સિધી બેદરકારી છે. નોંધનીય છે કે, લાંબા સમયથી યુદ્ધનો સામનો કરનાર ઈરાકનું આરોગ્ય માળખુ વેરવિખર થઈ ગયું છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધુ લોકોના મોત નોંધાયા છે.

Scroll to Top