બહેન-બનેવી વારંવાર ઘરે આવતા નારાજ સાળાએ ભર્યું એવું પગલું જેના કારણે તેને હવે જેલમાં રહેવાનો વારો આવ્યો

મધ્ય પ્રદેશના બેતૂલ જિલ્લામાં સામાન્ય બાબતના કારણે સાળાએ પોતાના બનેવીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. સાળા દ્વારા તેના બનેવીને ખૂબ માર મારવામાં આવ્યો હતો અને પછી તેનું મોત થઈ ગયું હતુ. આ ઝઘડા દરમિયાન આરોપીની માતા પણ ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. આ ઘટના બાદ બંને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ખુદ સાળાએ જ સગા બનેવીની હત્યા કરી હોવાની વાત સામે આવતા ગામના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

મુલતાઈ પોલીસ સ્ટેશનના અધિકારી સુનીલ લાટા દ્વારા કહેવામાં આવ્યું છે કે, હત્યાની આ ઘટના સોમવારના ઘટી હતી. જિલ્લાના મુખ્ય કાર્યાલયથી લગભગ 75 કિલોમીટર દૂર આવેલા બિછુઆ ગામમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. દીપક કુમાર તેના માતા-પિતાની સાથે બૈતૂલ જિલ્લાના બિછુઆ ગામમાં વસવાટ કરતો હતી. તેની બહેનના લગ્ન છિંદવાડા જિલ્લાના હીરાવાડી ગામમાં રહેનાર વિનોદ પંદ્રામ સાથે થયા હતા. તે તેના ઘરે અવાર નવાર આવતો રહેતો હતો. બહેન અને બનેવી વારંવાર પોતાના ઘરે આવતા હોવાથી સાળો નારાજ થઈ ગયો હતો. ત્યાર બાદ તેના દ્વારા આ કાંડ કરવામાં આવ્યો હતો.

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દ્વારા કહેવામાં આવ્યું છે કે, વિનોદ પંદ્રામ અને તેની બહેન થોડા દિવસો પહેલા જ સાસરીમાં આવ્યા હતા. આ વાતને લઈને આરોપી દીપક અને તેના બનેવી વિનોદ વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. સોમવારે રાતે આ વિવાદ વધી ગયો હતો. ત્યાર બાદ આરોપી સાળાએ તેના બનેવીને લાકડીથી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીની માતા પણ વચ્ચે પડી હતી. તેમને બચાવવા જતા આરોપીની માતા પણ ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી.

જ્યારે આ બાબતમાં મુલતાઈ પોલીસ સ્ટેશનના અધિકારી સુનીલ લાટા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આરોપી દીપકને પોલીસ દ્વારા મંગળવારના ઝડપી પાડવામાં આવ્યો છે. તેની વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સિવાય મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ બાબતમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Scroll to Top