બાઇક ચાલક પાસેથી મળી 1000 કરોડની સંપતિ, દીવાલ અને જમીન માંથી નીકળે છે નોટોના બંડલ

ઉત્તર પ્રદેશના DGGI દ્વારા પીયુશ જૈનના ઘરેથી રવિવારના રોજ પણ તપાસ ચાલુ રાખવામાં આવી હતી. જેમાં કાનપુરમાંથી 180 કરોડ જેટલી રકમ મળ્યા બાદ તેમના અન્ય કન્નોજમાંથી પણ કરોડોની રોકડ રકમની સાથે સાથે 125 કિલો સોનું અને અબજો રૂપિયાના દસ્તાવેજો મળી આવતા ચારેબાજુ ચકચાર મચી જવા પામી હતી, જેમાં DGGI આ દરોડામાં લગભગ 1000 કરોડથી વધારે સંપત્તિનો પર્દાફાશ કર્યો હતો.

છેલ્લા 24 કલાકથી પિયુષના સાત ઘરોની દિવાલો, ભોંયરા, માળીયા અને લોકર તોડી પાડીને બેનામી સંપત્તિ પકડી પાડવામાં આવી સાથે સાથે જે કબાટમાં કરોડો રૂપિયા છુપાવવામાં આવ્યા હતા તે કબાટમાંથી કટર દ્વારા તોડવામાં આવ્યા જેમાંથી રોકડ રકમ સાથે સાથે 125 કિલો સોંનુ મળી આવ્યુ હતું અત્યાર સુધી DGGI દ્વારા મુંબઇ બે, દિલ્હીમાં એક અને દુબઇમાં બે એમ કુલ મળીને સાત જગ્યા પર DGGI દ્નારા દરોડા પાડી બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

તેના ધરેથી મળી આવેલી સંપત્તિ ની વાત કરવામાં આવે તો DGGIના અધિકારી 50 થી વધુ ફાઇલ માટે અને દસ્તાવેજો માટે બેગ લાવવામાં આવી હતી. પીયુષ જૈનનાં બેડરૂમમાંથી રોકડ રકમ મળી હતી માટે 20 જેટલા કોથળાની જરૂર પડી હતી. અને કન્નોજના પરિસરમાંથી 500 ચાવી મળી આવી હતી જે તમામ લોક ખોલવા માટે 12 થી વધારે કારીગરો બોલાવીને લોક તોડવામાં આવ્યા હતા અને જે લોક ન તુટ્યા તેને કટરથી તોડવામાં આવ્યા હતા.

તેની રહેણીકરણી વાત કરવામાં આવે તો તે એકદમ સાદાઇથી રહેતો હતો પોતે જાતે બાઇક ચલાવતો અને તેની પાસે 15 વર્ષ જુની ક્લોલીસ કાર હતી તેના મકાનની ફરે લોખંડની તાર નું ફિનિશિંગ કરવામાં આવ્યુ પણ આટલી મોટી રકમ અને દસ્તાવેજો હોવા છતાં ધરમાં એક પણ સીસીટીવી ન હોતા જ્યારે DGGI દ્વારા ઘરે રેડ પાડવામાં આવી હતી ત્યારે પિયુષ જૈન પોતે જોતે જ બાઇક ચલાવીને ધરે આવ્યો હતો.

Scroll to Top