દુનિયામાં કેટલીક એવી વસ્તુઓ અથવા ઘટનાઓ હોય છે, જે લોકોમાં હંમેશા ચર્ચાનો વિષય બની જાય છે. મધ્યપ્રદેશના જબલપુરમાં એક એવો જ પથ્થર છે, જે તેની બનાવટને લઈને ચર્ચામાં રહે છે. તેને બેલેન્સિંગ રોક કહેવામાં આવે છે. કેટલાય ક્વિન્ટલ વજનનો આ પથ્થર માત્ર થોડા ઇંચના પાયાથી તેની જગ્યાએ ઊભો છે. તેનું સંતુલન એવું છે કે અત્યાર સુધી સૌથી મોટા ભૂકંપના આંચકા પણ તેને હલાવી શક્યા નથી.
આજે પણ લોકો વચ્ચે આ એક રહસ્ય બની રહ્યું છે કે આટલા નીચા આધાર પર આ પથ્થર આટલો મજબૂત થી કેવી રીતે ટકી રહ્યો છે. આ જ રહસ્યને જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. ઘણા નિષ્ણાતોએ તેના રહસ્યને ઉકેલવાનો પ્રયાસ પણ કર્યો છે, પરંતુ તેમનો જવાબ છે કે આ પથ્થર ગુરુત્વાકર્ષણ બળના કારણે સ્થિર ટકી રહ્યો છે. આવો જાણીએ જબલપુરના બેલેન્સિંગ રોક વિશે.
એમપીમાં જબલપુર શહેર તેના ગ્રેનાઈટ ખડકો માટે ઘણો પ્રખ્યાત છે. આ ખડકોની મધ્યમાં સ્થિત મદન મહેલની ટેકરીઓ પર રાણી દુર્ગાવતીનો કિલ્લો આવેલો છે. રાણી દુર્ગાવતીના કિલ્લા પાસે જ બેલેન્સ રોક સ્થિત છે. અહીં એક મોટી ખડકની ટોચ પર બીજો ખડક મૂકવામાં આવેલ છે. તેને જોઈને એવું લાગે છે કે તે ગમે તે સમયે પડી જવાનો છે. પરંતુ આ ઘણા વર્ષોથી આ જ સ્થિતિમાં રાખવામાં આવેલ છે. આ સંતુલન ખડકને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.
મોટામાં મોટા ભૂકંપના આંચકા પણ નથી હલાવી શક્યા તેને
વર્ષ 1997માં 22 મેના રોજ ભૂકંપ આવ્યો હતો જેના કારણે જબલપુરમાં ભારે વિનાશ થયો હતો. તે દરમિયાન ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ઘણા લોકોના જીવ પણ ગયા હતા, પરંતુ આખા શહેરમાં એક બેલેન્સિંગ રોક જ હતો, જેના પર ભૂકંપના આચકાની કોઈ અસર થઇ ન હતી. 1997માં આવેલ ભૂકંપની તીવ્રતા 6.2 હતી. પરંતુ આ પથ્થર પણ તેની જગ્યાએથી ખસ્યો પણ ન હતો. આ જ કારણ છે કે તેને બેલેન્સિંગ રોક કહેવામાં આવે છે અને હંમેશા લોકોમાં ચર્ચાનો વિષય રહે છે.
વર્ષોથી ટકી રહ્યો છે આ પથ્થર
જબલપુરમાં આ પથ્થર હજારો વર્ષોથી આ રીતે જ ટકી રહ્યો છે. આ વિશે પુરાતત્વવિદ્ કહે છે કે આ ખડકો મેગ્માના જામવાથી (ઘનકરણ) થી રચાયો હશે. જબલપુરની આજુબાજુમાં ઘણા બેલેન્સિંગ રોક છે. પુરાતત્વવિદોએ પણ માને છે કે ભૂકંપની દ્રષ્ટિએ જબલપુર ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો એવું પણ માને છે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે આ ખડક અહીં ટકી રહેલ છે.