રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે વરસાદી માહોલની વચ્ચે તમારા માટે એક મોટા સમાચાર લઈને આવ્યા છે. આ સમાચાર ડાંગ જીલ્લાના છે. વરસાદની સિઝનમાં ડાંગનું આહલાદક વાતાવરણની વાત કંઇક અલગ જ જોવા મળે છે. જેના કારણે રજાઓના દિવસોમાં ડાંગમાં ધોધ, નદીઓ અને લીલોતરીની મજા માણવા માટે અનેક લોકો પહોંચી જતા હોય છે. પરંતુ આ વખતે ડાંગમાં પ્રવાસીઓ માટે કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પડાયું છે. જેને સાંભળી ઉડી જશે તમારા હોશ.
ડાંગ જિલ્લામાં ફરવા જતા પહેલાં તમે જાણીને લો વાત જેના સાંભળી તમારી આંખો પહોળી થઈ જશે. ડાંગ જિલ્લા અધિક કલકેટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ડાંગ જિલ્લાના તમામ તળાવ, નદીઓ અને નાના મોટા ધોધ ઉપર સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાપુતારા સહિત ડાંગ જિલ્લાના તમામ પ્રતિબંધિત સ્થળો પર સેલ્ફી લેનાર સામે કાર્યવાહી કરાશે.
ચોમાસા દરમિયાન થતાં અકસ્માતો રોકવા અને લોકોની સલામતી માટે અધિક કલેક્ટર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદમાં ડાંગમાં ધોધ ખીલી ઉઠતા હોય છે. જેના કારણે ગીરા ધોધ સહિત ડાંગમાં અનેક આહલાદક ધોધની મજા માણવા માટે લોકો પહોંચી જતા હોય છે. જ્યારે ધોધ સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક વખત અકસ્માતો પણ સર્જાઈ છે. આ કારણોસર અકસ્માતોને ટાળવા માટે આ મહત્વ નિર્ણય કલેકટર દ્વારા લેવામાં આવ્યો છે.