બનાસકાંઠામાં સોશિયલ મીડિયાની એક પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બનેલી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂત દ્વારા એક નેતાની સેક્સ સીડી વાયરલ કરવાની સોશિયલ મીડિયામાં ચીમકી આપતા પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં ચીમકી આપતા જણાવ્યું છે કે, જિલ્લાના કોઈ મોટા નેતાની સેક્સ સીડી 15 મી ઓગસ્ટના રોજ 12.39 કલાકના ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર વાયરલ કરવામાં આવશે.
થરાદ તાલુકાના ભાચર ગામમાં રહેનાર ખેડૂત દ્વારા એક મોટા નેતાની સેક્સ સીડી વાયરલ કરવાની ચીમકી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપતા હાહાકાર સર્જાઈ ગયો છે. ભચાર ગામમાં રહેનાર માધાભાઈ પટેલ નામના ખેડૂતે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે તે વાયરલ થઈ ગઈ છે. જેમાં સફેદ ઝભ્ભા લેંઘો પહેરેલો એક નેતાનો યુવતી સાથેની તસ્વીર વાયરલ કરવામાં આવી છે. તેની સાથે પોસ્ટમાં 15 મી ઓગસ્ટના રોજ 12:39 કલાકના આ નેતાનો આખો સેક્સ વીડિયો વાયરલ કરવાની ચીમકી પણ આપવામાં આવેલ છે.
આજે વહેલી સવારના માધાભાઈ પટેલે કરેલી આ પોસ્ટથી જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. તેમ છતાં આ પોસ્ટમાં દેખાવનાર નેતા કોણ છે, ક્યાંનો છે, કયા પક્ષનો છે તે અંગે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી પરંતુ અત્યારે આ પોસ્ટને લઈને બનાસકાંઠા જિલ્લામાં રાજકીય હાહાકાર સર્જાઈ ગયો છે.
થોડા સમય અગાઉ કર્ણાટકના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી પર કથિત યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાં એક સીડીમાં કથિત રીતે મંત્રી એક મહિલા સાથે શારીરિક સંબંધો બાંધતા જોવા મળી રહ્યા હતા.
તેમ છતાં જારકીહોલી દ્વારા આ વીડિયોને બનાવટી ગણાવવામાં આવી રહ્યો છે. જ્યારે વીડિયો સામે આવતા જ મંત્રીને રાજીનામું આપવું પડ્યું હતુ. જ્યારે હવે એક સામાજીક કાર્યકર્તા દિનેશ કલ્લહલ્લીએ આ મામલે બેંગલુરૂ શહેરના પોલીસ કમિશ્નર પાસે ફરિયાદ દાખલ કરી પીડિતા માટે સુરક્ષાની માંગણી કરવામાં આવી છે.