રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રમના કાલી મંદિરના નવનિર્મિત સંકુલનું ઉદ્ઘાટન કરશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ શ્રી રમના કાલી મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિરને વર્ષ 1971માં પાકિસ્તાની સુરક્ષા દળોએ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું હતું. તે વર્ષે પાકિસ્તાન આર્મી દ્વારા હાથ ધરવામાં આવેલા ભયાનક ઓપરેશન સર્ચલાઇટ દરમિયાન મંદિરને ભારે નુકસાન થયું હતું. હવે આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ કરશે. આ મંદિર ઢાકાના મધ્ય ભાગમાં આવેલું છે.
આ પહેલા બુધવારે રાષ્ટ્રપતિ બાંગ્લાદેશની તેમની પ્રથમ ત્રણ દિવસીય રાજ્ય યાત્રા પર ઢાકા પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ એમ અબ્દુલ હમીદે તેમની પત્ની રાશિદા ખાનુમ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. ગુરુવારે રાષ્ટ્રપતિ કોવિંદ અને પ્રથમ મહિલા સવિતા કોવિંદ ઢાકામાં રાષ્ટ્રીય પરેડમાં ભાગ લેશે. ત્રણેય ભારતીય સેનાઓની 122 સભ્યોની ટીમ પણ પરેડમાં ભાગ લેશે.
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશને વર્ષ 1971માં પાકિસ્તાનથી આઝાદી મળી હતી. બાંગ્લાદેશની આઝાદીમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે. 27 માર્ચ 1971 ના રોજ બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાએ આ મંદિરને નષ્ટ કર્યું હતું અને તેમાં હાજર લગભગ 100 હિન્દુઓની હત્યા પણ કરી હતી. તે સમયે શ્રીમત સ્વામી પરમાનંદ ગિરી મંદિરના પૂજારી હતા.
બાંગ્લાદેશ વિદેશ પ્રધાન ડૉ એકે અબ્દુલ એ ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં કહું હતું કે રાષ્ટ્રપતિ કોવિન્દ બે પાડોશી દેશો વચ્ચે સારા સંબંધ એક અનન્ય હાવભાવ તરીકે બાંગ્લાદેશ પ્રમુખ એમ અબ્દુલ હમીદના આમંત્રણથી 15-17 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ ની મુલાકાત કરશે.
રાષ્ટ્રપતિ કોવિંદ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતાને આદર આપવા અને વિજયનો આનંદ ઉજવવા માટે રાષ્ટ્રીય સંસદ ભવન, દક્ષિણ પ્લાઝા ખાતે “મહાન વિજય હીરો” સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ હામિદ, બાંગ્લાદેશના વડાપ્રધાન, સંસદીય અધ્યક્ષ અને અન્ય મહત્વપૂર્ણ હસ્તીઓ હાજર રહેશે.