બેંકના ખાનગીકરણ વિરુધ્ધ આજથી બેંક કર્મચારીઓની બે દિવસની હડતાળ, સુત્રોચ્ચાર સાથે કર્મચારીઓએ અમદાવાદ ખાતે રેલી યોજી….

દેશમાં ઘણી જગ્યા પર બેંક કર્મચારીઓ બેંકના ખનગીકરણ નો વિરોધ કરવા માટે 2 દિવસની હડતાળ પર ઉતર્યા છે. 16 અને 17 ડીસેમ્બરના રોજ સરકારી બેંક કર્મચારીઓ સરકારના બેંક મર્જર કરવાના નિર્ણય સામે તેમજ ભારત સરકારના બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારા બાબતે વિરોધ નોંધાવવા માટે સૂત્રોચ્ચાર કર્યો હતો અને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

અમદાવાદમાં લાલદરવાજા ખાતે બેંકના કર્મચારીઓએ સુત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. આ 2 દિવસ દરમિયાન તમામ સરકારી બઁક ની કામગીરી ઠપ્પ થઈ જશે. બધાજ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની કામગીરીથી દૂર રહેશે. શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર બેન્કિંગ સેક્ટરમાં એક મહત્ત્વનો સુધારો કરવા જઈ રહી છે. આ બિલમાં સરકાર બઁક માં મૂડી રોકાણ 51% થી ઘટાડી રહી છે. આથી બેંક યુનિયન ને ડર છે કે બેંકોનું સંચાલન ખાનગી માલિકીનું થઈ શકે છે.

કેન્દ્ર સરકાર નવી 2 બેંકોનું મર્જર કરવા જઈ રહી છે જોકે તેના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. આ બાબતે પણ અધિકારીઓમાં નારાજગી જોવા મળી હતી. આ 2 દિવસની હડતાળથી 20 હજાર કરોડના ટ્રાન્ઝેક્શનને અસર પડશે. આ હડતાળમાં 4800 સરકારી બેંકના કુલ 70 હજાર જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. દેશની 108000 શાખાના કર્મચારીઓ કામકાજ છોડીને હડતાળ પર ઉતરશે.

Scroll to Top