બેંકે ભૂલમાં પાંચ કરોડ રૂપિયા ટ્રાંસફર કર્યા, ગુજ્જુ વેપારીએ અડધા કલાકમાં જ તેનાથી પાંચ લાખ કમાઇ લીધા

ગુજરાતીમાં એક કહેવત છે કે, જો લક્ષ્મી ચાંડલો કરવા આવે તો મોં ધાવા ના જવાય. આ કહેવતને અમદાવાદના એક વેપારીએ સાચી કરી બતાવી છે. ખરેખરમાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં શેરબજારમાં વેપાર અને લેવડ-દેવડ કરતા વેપારી રમેશભાઈ સાગરના ખાતામાં બેંકની ભૂલના કારણે 5 કરોડથી વધુની માતબર રકમ તેમના એકાઉન્ટમાં આવી ગઇ હતી. આટલી મોટી રકમ પોતાના ટ્રેડીંગ એકાઉન્ટમાં આવી જતા જ રમેશભાઇએ બેંકની તે ભૂલને અવસરમાં બદલી નાંખી અને માત્ર અડધા કલાકમાં જ તે રકમથી પાંચ લાખથી વધુની કમાણી કરી બતવી છે.

ખરેખરમાં અમદાવાદની એક બેંકની ટેકનિકલ એરરના કારણે રમેશભાઇને લાખો રૂપિયાનો ફાયદો થયો છે. શહેરના બાપુનગરમાં એમ્બ્રોઇડરીના વ્યવસાય સાથે સંકળાયેલા રમેશભાઇ ખાનગી બેંકની સ્ટોક ટ્રેડિંગ એપમાં ટેકનિકલ ખામીના કારણે માત્ર અડધા કલાકમાં 5 લાખની કમાણી કરી લીધી.

બેંકની ટેકનિકલ એરરના કારણે તેમના એકાઉન્ટમાં પાંચ કરોડ જેટલી રકમ આવી ગઇ હતી જે બાદ તેમણે તે રૂપિયામાંથી બે કરોડ રૂપિયાના શેર ખરીદી લીધા હતા અને બેંકને આ વાતની જાણ અડધા કલાક પછી થઇ હતી. બેંકને જાણ થતા તેમણ પોતાના રૂપિયા પરત ખેંચી લીધા હતા પરંતુ આ દરમિયાન અડધા કલાકમાં જ તે વેપારીએ તેમાથી 5 લાખ 43 હજારથી વધુનો નફો કરી લીધો હતો. આ રીતે અમદાવાદના વેપારીએ બેંકના પૈસાથી શેર ખરીદ્યા હતા અને વેપાર કરીને 5 લાખ 43 હજારનો નફો કર્યો હતો.

વેપારી રમેશભાઈનું કહેવું છે કે તેઓ શેરબજારમાં માત્ર 25 હજારનો વેપાર કરે છે. જ્યારે તે શેરમાં વેપાર કરી રહ્યો હતો ત્યારે અચાનક તેમના ખાતામાં પાંચ કરોડો રૂપિયા જમા થઈ ગયા હતા. તેથી તેમણે લગભગ 2 કરોડ રૂપિયાના શેરબજારમાં શેર ખરીદી લીધા હતા અને વેચી દીધા હતા. પરંતુ તે અડધા કલાકના શેર વેચાણમાં તેમને 5 લાખ 43 હજારનો નફો થયો હતો.

બેંક દ્વારા પણ અડધા કલાકમાં ટેક્નિકલ ભૂલ સુધારીને રકમ પાછી કાપી લેવામાં આવી હતી, પરંતુ હજુ પણ બાકીની રકમમાં 5 લાખ 43 હજારનો ટ્રેડિંગ નફો જમા થયો છે. આમ અમદાવાદી વેપારીએ બેંકની ભૂલને પોતાના માટે અવસરમાં બદલી નાંખી છે. માટે જ તો કહેવાય છે કે, જે માણસ ભૂલને પણ અવસરમાં બદલી નફો કરી લે અને તે પાક્કો ગુજરાતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો