બાપ-દાદાની જમીનને લઈને સગાભાઈએ બહેનને ઘરે બોલાવી લોખંડના સળિયા વડે માર્યો માર

આપણા સમાજમાં મોટે ભાગે બાપ-દાદાનીની સંપત્તિનો વારસદાર દીકરાને જ ગણવામાં આવે છે. ત્યારે આ વારસદારના ભાગની વહેંચણી દરમિયાન બાપ દાદા હયાત ન હોવાના કિસ્સામાં ઘણી વાર પરિવારમાં ઘણા વિવાદો ઉભા થયા છે, અને આ સંપત્તિને લઈને વિવાદ તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે, જેને લઈને સમગ્ર પરિવારને ઘણું નુકસાન સહન કરવાનો વારો આવે છે.

ત્યારે આજે પણ આવો જે એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો ગાંધીનગર જિલ્લાના સરગાસણમાંથી સામે આવ્યો છે. જે સરગાસણમાં આવેલી વડીલોપાર્જીત સાડા આઠ વીઘા જમીનનો વિવાદ ઘણો ઉગ્ર બન્યો છે.

આ જમીનના વિવાદને લઈ સગાભાઈ સહિત કુટુંબનાં લોકોએ ભેગા મળીને બે બહેનોને જાહેરમાં માર માર્યો હોવાનું સામે આવ્યું છે. જો કે આમાંથી એક બહેનને એક વર્ષનો દિકરો હોવાથી તે આ બોલાચાલી માંથી દૂર ઉભા રહ્યા હતા. જો કે બીજી બહેનને અને તેના મોટા પુત્રને તેના જ ભાઈના કુટુંબીજનોએ લાકડી અને લોખંડનાં સળિયા વડે માર મારી જીવ લેન હુમલો કર્યા હતો. જેના કારણે તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. અને જમીનમાં કોઈ ભાગ નહીં મળે તેવી ધમકી આપી હતી. આ હુમલામાં હેતલ બેનને માથામાં ગંભીર ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા.

આ ઘાતકી હુમલા દરમિયાન ત્યાંના લોકોએ વીડિયો લઇ લીધો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જે હાલમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. જો કે આ સમગ્ર મામલે પોલીસે માત્ર તેમની અરજી લઈને જ મામલો શાંત પાડી દીધો હતો.

જો કે, વર્ષ 2014 માં ચંદ્રહાશે ભાગીને તેમના પરિવાર વિરુદ્ધ લવ મેરેજ કરી લીધા હતા. જેથી તેની પત્નીના પરિવારજનોએ આ અંગે અખબારમાં જાહેરાત આપીને તેની સાથેના બધા જ સંબંધો કાપી નાખ્યા હતા. અને તેની પત્નીના કહેવાથી અમારા ભાઈએ પણ અમારા પરિવાર સાથેના બધા સંબંધો કાપી નાખ્યા હતા.

તેઓ ગાંધીનગરની સરગાસણ શ્રી રંગ નેનો સીટીમાં રહે છે. જે સામાજિક ઝગડાનાં કારણે અમારા પિતા મૂળજીભાઈ ચંદ્રહાશ પાસે રહે છે અને માતા સવિતાબેન વારાફરતી અમારી પાસે રહે છે. જયારે અમારી વડીલોપાર્જીત ભાગની જમીનમાં ભાઈ ચંદ્રહાશ દિવાલ ચણાવતો હતો. જેથી અમે ત્યાં ગયા હતા. ત્યારે તેમને કહ્યું હતું કે કાલે આવજો બધું સમજાઈ જશે. જેથી બંને બહેનો પોતાના પરિવાર સાથે તેમના ઘરે ગઈ હતી. ત્યારે અગાઉથી તૈયારીમાં ઉભેલા ચંદ્રહાશે તેમજ બીજા પિતરાઈ ભાઈઓએ તેમના પર લાકડી અને લોખંડનાં સળિયા વડે માર માર્યો હતો. બાદમાં આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો જે આ સમગ્ર મામલે પોલીસે માત્ર તેમની અરજી લઈને જ મામલો શાંત પાડી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, આપણા સમાજમાં મોટે ભાગે બાપ-દાદાનીની સંપત્તિનો વારસદાર દીકરાને જ ગણવામાં આવે છે. પણ 2005માં કાયદામાં સુધારા બાદ દીકરા-દીકરી બન્નેને પિતાની સંપત્તિમાં એક સરખો સમાન હક આપવામાં આવ્યો છે.

Scroll to Top