કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાહુલ નવ વર્ષના બાળકને પાઇલટ બનવાના સપનાને પૂર્ણ કરવા માટે એક પગલું ભરવામાં મદદ કરે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા તાજેતરમાં જ નાના છોકરા અદ્વૈતને મળ્યા હતા. જ્યારે તેઓએ બાળકને તેના સપના અને આકાંક્ષાઓ વિશે પૂછ્યું ત્યારે બાળકએ કહ્યું કે તે પાયલોટ બનવા માંગે છે. આ સાંભળીને રાહુલ ગાંધીએ તેમને પોતાનું સપનું પૂરું કરવા વિમાનમાં મુસાફરી કરાવી હતી અને વિમાન ચલાવવાની કેટલીક વાતો પણ જણાવી હતી. જેનો વીડિયો તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
રાજનેતા એ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “કોઈ સ્વપ્ન બહુ મોટું નથી. અદ્વૈતનાં સ્વપ્નને સાકાર કરવા માટે અમે પહેલું પગલું ભર્યું છે.
View this post on Instagram
વીડિયોની શરૂઆતમાં રાહુલ ગાંધી અને નાનો છોકરો એકબીજા સાથે વાતચીત કરતા જોઇ શકાય છે. તે અદ્વૈતને પૂછે છે કે જ્યારે તે મોટા થશે, ત્યારે તે શું બનવા માંગે છે. જેના જવાબમાં છોકરો તરત જ કહે છે કે તે પાઇલટ બનવા માંગે છે. તે એમ પણ જણાવે છે કે તે પાઇલટ બનવા માંગે છે કારણ કે તે ઉડાન ભરવા માંગે છે.
બીજા દિવસે રાહુલ ગાંધી અદ્વૈતને વિમાનના સફર પર જવા માટેની વ્યવસ્થા કરે છે. છોકરો અને રાહુલ ગાંધી બંને પાયલોટની વાતો ધ્યાનપૂર્વક સાંભળે છે. રાજનેતા કેરળના કન્નુર જિલ્લાના ઇરાવતી ખાતે અદ્વૈત અને તેના માતાપિતાને મળવાની તક મળી હતી. તેઓ રાજ્યની બે દિવસીય અભિયાનની સફર પર હતા.