મેહુલ ચોક્સીએ બનાવટી હીરાની વીંટી આપીને ગર્લફ્રેન્ડ સાથે પણ કરી છેતરપિંડી

પંજાબ નેશનલ બેંકનું આશરે 13500 કરોડનું ગફલું કરીને એન્ટિગુઆ ભાગી ગયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીએ તેની ગર્લફ્રેન્ડ બાર્બરા જાબરિકા સાથે પ્રેમમાં હોવાનો ઢોંગ કરીને છેતરપિંડી કરી હતી. બાર્બરાએ જણાવ્યું કે, મેહુલ તેની સાથે ચેનચાળા કરતો હતો અને તેણે તેની ઓફિસમાં કિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આટલું જ નહીં મેહુલે તેના ગ્રાહકોની જેમ નકલી હીરાની વીંટી અને ગળાનો હાર બાર્બરાને આપ્યો હતો. મેહુલે બાર્બરાને તેનું નામ ‘રાજ’ જણાવ્યું હતું.

ઇન્ડિયા ટુડેએ બાર્બરાની તરફથી કહ્યું છે કે, મેહુલ ચોક્સીના વકીલોએ આ સમગ્ર મામલામાં બળજબરીથી તેનું નામ ચડાવ્યું છે. તેણે કહ્યું કે મેહુલે પહેલા તેની સાથે મિત્રતા કરી અને પછી ચેનચાળા શરૂ કર્યા. બાર્બરાએ જણાવ્યું હતું કે મેહુલ ચોક્સીના અપહરણ સાથે તેને કંઈ લેવા દેવા નથી. મેહુલ ચોક્સીએ ગયા વર્ષે તેની સાથે મિત્રતા શરૂ કરી હતી. તે પછી બંને મિત્રો બની ગયા.

બાર્બરાએ જણાવ્યું કે ચોક્સીએ તેના ફ્લેટમાં કિસ કરવાનો પ્રયાસ કર્યો. હું અને મારો પરિવાર આ સમગ્ર મામલે પરેશાન છીએ. આ અગાઉ મેહુલ ચોક્સીએ ભારતમાં ન આવવા માટે એક નવો દાવ રમ્યો હતો. તેણે એન્ટિગુઆ પોલીસને આપેલા ફરિયાદ પત્રમાં કહ્યું છે કે મને બળજબરીથી માર મારવામાં આવ્યો હતો અને ડોમિનિકા લઈ જવામાં આવ્યો હતો. તેણે અપહરણમાં બાર્બરા જાબરીકાનો હાથ છે તેમ કહ્યું. મેહુલના આક્ષેપ પર બાર્બરાએ કહ્યું કે મેહુલને અપહરણ કરવાની તેની પાસે ઘણી તકો હતી પરંતુ તેણે તે કર્યું નહીં. બાર્બરા ઘણા મેસેેજ બતાવ્યા છે. જેમાં તેમના સંબંધો વિશે માહિતી ઉપલબ્ધ છે.

આટલું જ નહીં, આ ભાગેડુ હીરાના વેપારીએ એવો દાવો પણ કર્યો છે કે, એન્ટીગુઆ પોલીસના લોકોએ તેને માર માર્યો હતો. મેહુલે આ ફરિયાદપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષથી હું બાર્બરા જાબરીકા સાથે મિત્ર તરીકે એન્ટિગુઆમાં રહું છું. 23મી મે એ તેણે મને ઘરેથી લેવા આવવા માટે કહ્યું. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે 8-10 લોકો આવ્યા અને મને નિર્દયતાથી માર માર્યો. મેહુલે એમ પણ કહ્યું કે આ લોકો પોતાને એન્ટિગુઆ પોલીસ સાથે સંકળયેલા હોવાનું જણાવી રહ્યા છે. તેઓ મારો ફોન, ઘડિયાળ અને વોલેટ લઈ ગયા અને હું થોડોક જ સભાન અવસ્થામાં હતો. તેઓએ મને કહ્યું કે, તેઓ મને લૂંટવા માંગતા નથી અને મારા પૈસા પાછા આપી દીધા.

આ ભાગેડુ હીરાના વેપારીએ દાવો કર્યો હતો કે જ્યારે મને માર મારવામાં આવ્યો ત્યારે બાર્બરા જાબરીકાએ તેને કોઈ મદદ કરી નહીં. તેણે ન તો કોઈને મદદ માટે બોલાવ્યો કે ન તો કોઈ અન્ય રીતે મદદ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન જાબરીકાએ જે કર્યું તે સાબિત કરે છે કે મને અપહરણ કરવાની આ આખી યોજના તેણે જ કરી હતી. એવું માનવામાં આવે છે કે જો પગલાં લેવામાં આવે અથવા એન્ટિગુઆ પોલીસ તપાસ કરે, તો મેહુલનો ભારત પાછા ફરવામાં વધુ સમય લાગી શકે છે.

મેહુલ ચોક્સીને બુધવારે સાંજે ડોમિનિકા પોલીસે ગુમ થયા બાદ ધરપકડ કરી હતી. ત્યારબાદ તે ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં છે. એન્ટિગુઆના વડા પ્રધાને અગાઉ કહ્યું હતું કેે, તેઓ ચોક્સીને તેમના દેશમાં પાછા આવવા દેશે નહિ.અને તે ઈચ્છે છે કે તેમને સીધા ભારત પરત લાવવામાં આવે. જોકે, ડોમિનિકા કોર્ટે તેના પ્રત્યાર્પણ પર રોક લગાવી દીધી છે. આ મામલે 2 જૂને ફરીથી સુનાવણી થશે. હવે એવું માનવામાં આવે છે કે એન્ટિગુઆના વડા પ્રધાનના સંકેતને ધ્યાનમાં રાખીને સુનાવણી દરમિયાન ભારત સરકાર કેટલાક દસ્તાવેજો રજૂ કરી શકે છે.

Scroll to Top