સાસુ-વહુ વચ્ચે બટેકાના શાકના લઈને થયેલ ઝઘડો કોર્ટ પહોંચ્યો, પછી થયું કઇંક આવું

સાસુ-વહુના ઝઘડાની ઘટના આપણે અનેક સાંભળી હશે અને જયારે આ ઝઘડાઓ અનેક વખત ચર્ચાઓમાં આવતા રહે છે. જ્યારે આજે એવી જ એક ઘટના સામે આવી છે જેમાં ઝઘડાનું કારણ માત્ર બટાકાનું શાક રહ્યું છે. જેને સાંભળી જરૂર ચકિત થઈ જશો. તેમ છતાં ડીસાના એક પરિવારના સાસુ-વહુ બટાકાના શાક જેવી નાનકડી બાબતમાં એવા ઝઘડ્યા કે વાત મારમારી સુધી પહોંચી ગઈ હતી. વહુએ પોતાના પિયરીયાઓને બોલાવીને વૃદ્ધ સાસુને માર અપાવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, ડીસામાં વહુએ બટાટાનું શાક બનાવતા સાસુ-વહુ વચ્ચે ઝઘડો થયો હતો. વહુ અને સાસુના ઝઘડા બાદ વહુએ પોતાના પિયરીયાઓને જાણ કરતાં વેવાઈઓએ આવી વૃદ્ધ સાસુને ધોકા વડે માર મારીને ઈજા પહોંચાડી હતી. જ્યારે સમગ્ર બાબત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે. ડીસા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ સાસુ દ્વારા 3 લોકો સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

જ્યારે આ બાબતમાં જાણવા મળ્યું છે કે, ડીસાની તિરુપતિ ટાઉનશિપમાં નિલેશ સેધાભાઈ બારોટ વસવાટ કરે છે. તેમના પિતાનું થોડા દિવસો પહેલા અવસાન થયુ હતું. જેના કારણે તેમના માતા પુષ્પાબેન બારોટ તેમની સાથે રહેવા આવ્યા હતા.

પુષ્પાબેન હાલ પુત્ર નિલેશ અને પુત્રવધુ જાગૃતિ સાથે રહી રહ્યા છે. ત્યારે બે દિવસ અગાઉ તેમની વહુ દ્વારા બપોરના ભોજનમાં બટાકાનું શાક બનાવવામાં આવ્યું હતું. પુષ્પાબેને વહુને બીજુ શાક બનાવવા જણાવ્યું હતું. જેથી આ બાબતમાં સાસુ-વહુ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. ત્યાર બાદ વહુએ પોતાના પિયરથી કેટલાક લોકોને બોલાવી લીધા અને તે લોકો દ્વારા પુષ્પાબેનને મારવામાં આવ્યા હતા.

વહુના પિયરથી આવેલ લોકો દ્વારા માર મારવાથી વૃદ્ધ સાસુ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, જેથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પુષ્પાબેનને પ્રતાપભાઈ વિઠલભાઈ બારોટ, જગદીશભાઈ ભરતભાઇ બારોટ, દલપતભાઈ ધીરજભાઈ બારોટ સામે ફરિયાદ દાખલ કરાવી છે.

Scroll to Top