દેશમાં પબજી (PUBG) ના પ્રતિબંધ બાદ PUBG Mobile India એ હાલમાં જ તેની ઓળખ બદલી ને બૈટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા (Battlegrounds Mobile India) કરી દીધી છે, અને તેના ડેવલપર ક્રાફ્ટને ચાહકોને ખુશી ના સમાચાર આપતા આ ગેમની પૂર્વ નોંધણી કરવાની પણ જાહેરાત કરી દીધી છે. એવું કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો 18 મેથી તેનું રજીસ્ટ્રેશન કરી શકશે. પૂર્વ નોંધણી ગૂગલ પ્લે એપ સ્ટોર દ્વારા શરૂ કરવામાં આવશે. પબજી મોબાઈલ ઈન્ડિયાની જેમ બૈટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઈન્ડિયા ગેમ ને મફતમાં રમી શકાશે.
આ ગેમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં કંપની તરફથી હાલમાં જ રજૂ કરાયેલા લોકપ્રિય સૈનહોક નકશા (મૈપ) નો સમાવેશ કરવામાં આવશે. સૈનહોકને PUBG મોબાઇલમાં સપ્ટેમ્બર 2018 માં જોડવામાં આવ્યું હતો. કંપનીએ તેની ઝલક ફેસબુક પેજ દ્વારા બતાવી છે, જેથી નક્કી થઇ ગયું છે છે કે આમાં પણ પબજીની જેમ સૈનહોક મૈપ આપવામાં આવશે.
દક્ષિણ કોરિયાના ક્રાફ્ટને પબજી ઇન્ડિયાના ફરી પ્રોડકશન માટે ચીનની ટેનસેંટ ગેમ્સની સાથે તેની ભાગીદારી તોડી દીધી હતી. ક્રાફ્ટને નવી ગેમ માટે એક અલગ વેબસાઇટ બનાવી છે. ક્રાફ્ટને જણાવ્યું કે ગેમ રમનારોઓ આઉટફિટ્સ જેવા ઈન-ગેમ ઈવેન્ટ્સ અને અન્ય ટૂર્નામેન્ટ્સ ની મજા પણ લઇ શકશો.
જો કે, ગેમ દ્વારા આંતરરાષ્ટ્રીય PUBG મોબાઇલ ઇવેન્ટ્સમાં ભાગ લેનારાઓને તે જાણીને આશ્ચર્ય થશે કે બૈટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા ફક્ત ભારતમાં જ રમવા માટે ઉપલબ્ધ હશે. ક્રાફ્ટનનું કહેવું છે કે તે ડેટા એકત્રિત કરવાથી સંબંધિત ભારતના તમામ નિયમો અને કાયદાનું પાલન કરશે.
રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
કંપનીએ કહ્યું છે કે પૂર્વ નોંધણી (પ્રી-રજીસ્ટ્રેશન) કરનાર ચાહકો ચોક્કસ પુરસ્કારો માટે દાવો કરી શકશે. આ પુરસ્કારો (રિવોર્ડ્સ) ફક્ત ભારતીય ખેલાડીઓ માટે જ હશે. પૂર્વ નોંધણી માટે યુઝરને ગૂગલ પ્લે સ્ટોર પર ક્લીક કરવું પડશે. ગેમ લૉન્ચ થયા પછી રમતનો દાવો કરવા માટે રિવોર્ડ તેના આપમેળે ઉપલબ્ધ થઇ થશે. પબજી મોબાઇલની જેમ આ ગેમ પણ બધા યુઝર માટે રમવા મફતમાં હશે.
માહિતી માટે તમને જણાવી દઈએ કે હજી સુધી આ સ્પષ્ટ નથી થયું કે બૈટગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા ios પર ચાલતા ડિવાઇસ પર આવશે કે નહીં. વાસ્તવિક PUBG મોબાઇલ, Android અને iOS બંને પર પસંદ કરવામાં આવે છે.