ડાયટમાં ખાસ ધ્યાન રાખો આ વાતનું, ફટાફટ ગાયબ થઇ જશે પેટની ચરબી અને ઓછું થઇ જશે વજન – વાચો ટિપ્સ

વજન ને લઈને હંમેશા લોકો ચિંતા માં જ હોઈ છે ઘણા લોકો તો પોતાના પર કંટ્રોલ જ કરી શકતા નથિ અને પછી જયારે તોઓ ને ખબર પડે છે ત્યારે સમય ખુબ વીતી ગયો હોઈ છે અને ત્યારે તેમની બોડી જવાબ આપી દે છે. માટે આજે તામારા માટે અમે થોડીકી વજન ઉતારવાની ટિપ્સ લઇ ને આવ્યા છે તો આવો જાણીયે આ ટિપ્સ વિશે.

જો તમે તમારું વજન ઓછું કરવા માટે કોઈ પણ ડાયટ પ્લાન ફોલો કરી રહ્યા છો તો તમારે અન્ય કેટલીક વાતનું પણ ધ્યાન રાખવું પડે છે.

કસરત અને યોગાની સાથે સાથે તમે આ નાની વાતો પર ધ્યાન આપશો તો તમે સારી રીતે પેટની ચરબી ઘટાડી શકશો અને સાથે તમારું વજન પણ ઘટશે. અપનાવી લો આ નાની પણ ઉપયોગી ટિપ્સ કેટલાક લોકો ખાઈને તરત જ સૂઈ જાય છે. જેનાથી ખાવાનું સારી રીતે પચતું નથી અને તે પેટની ચરબીના રૂપે જમા થાય છે.

રાતનું ભોજન હળવું હોય તેવું લો. સાથે જ રાતે સૂવાના 2 કલાક પહેલાં હળવું ભોજન લેવું અને શક્ય હોય તો જમ્યા પછી થોડી વાર સુધી વોક પર જવાનું રાખો.સવારનો નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ ક્યારેય સ્કીપ ન કરો. નિયમ અનુસાર બ્રેકફાસ્ટથી પેટ ભરવું જ જોઈએ. વજન ઘટાડવા માટે ડાયટિંગ કરવું એટલે ખાવું પીવું છોડી દેવું એમ નહીં. પરંતુ યોગ્ય સમયે યોગ્ય ખોરાક લેવો જરૂરી છે.

જો તમે ઉતાવળમાં જમો છો તો તમારું ખાવાનું પચવામાં વધારે સમય લાગે છે. માટે ખાવાનું ધીરે ધીરે ચાવીને ખાઓ તે જરૂરી છે. વજન ઓછું કરવું છે તો પૂરી ઊંઘ લો. સૂવાથી શરીરને આરામ મળે છે.

6-8 કલાકની ઊંઘ વજન ઉતારવામાં મદદ કરે છે.ફણગાવેલા મગ, દાળ, પલાળેલા કાળા ચણા, સોયાબીનનો ખોરાકમાં ઉપયોગ કરવાથી શરીરમાં તાકાત વધે છે. અને સાથે શરીરને જરૂરી પોષક તત્વો પણ મળી રહે છે.

ડિનરની શરૂઆતમાં એક વાટકી ઘરમાં વેજિટેબલ સૂપ પીઓ. તેમાં ઓછી કેલરી હોય છે. જેના કારણે પેટ જલ્દી ભરાય જાય છે. સૂપના ફાયબર્સ અને અન્ય ન્યૂટ્રિએન્ટ વજન ઓછું કરવામાં મદદ કરે છે.ડિનરમાં મલ્ટીગ્રેઈન લોટની એક કે બે રોટલી ખાવી જોઈએ.

તેનાથી વજન ઝડપથી ઉતરી જાય છે. કાકડી, ગાજર, ડુંગળી મિક્સ કરીને સલાડ ખાવું. સલાડ ખાવાથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે છે અને કેલરી ઓછી હોવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે.રોજ રાતે 1 વાટકી દહીં ખાઈ લો. દહીમાં રહેલાં બેક્ટેરિયા ડાઈજેશન સુધારવામાં મદદ કરે છે. દહીં ખાવાથી વજન ઓછું થાય છે.જો તમે રોજ આવી ખાશ વાતો નું ધ્યાન રાખશો તો તમારું શરીર આપો આપ ઓછું થઇ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top