સાપ અને વીંછી જેવા ઝેરી જીવો વિશે તમે જાણો છો. પરંતુ આજે અમે તમને એક કરોળિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એટલો ઝેરી છે કે જો કોઈ વ્યક્તિને કરડી જાય તો તે વ્યક્તિ 15 મિનિટમાં જ મરી શકે છે.
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં મેગા સ્પાઇડર નામનો ખૂબ જ વિશાળ ફનલ વેબ સ્પાઇડર મળી આવ્યો છે. જે માણસને કરોળિયો મળ્યો તે તેને દાન કરવા માટે ન્યૂ સાઉથ વેલ્સના ઓસ્ટ્રેલિયન રેપ્ટાઇલ પાર્કમાં લાવ્યો.
નિષ્ણાતો પણ આ કરોળિયાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયન ટેક્સટાઇલ પાર્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કરોળિયો ૫ ઇંચ મોટો છે અને તેના પગ 0.8 ઇંચ લાંબા છે જે માનવના નખને પણ વીંધી શકે છે. આ કરોળિયાને મેગા સ્પાઇડર નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો કરોળિયો માનવ શરીરમાં પોતાનું ઝેર છોડે તો તે વ્યક્તિ 15 મિનિટની અંદર મૃત્યુ પામી શકે છે.
હાલમાં કરોળિયાનો ઉપયોગ ઝેર એકત્રિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે જેમાંથી દવા બનાવી શકાય છે. સીએનએનના એક અહેવાલ મુજબ, પાર્કના શિક્ષણ અધિકારી માઇકલ ટેટ એ જણાવ્યું હતું કે, “અમે ઇચ્છીએ છીએ કે આ કરોળિયો ક્યાંથી આવ્યો છે તે શોધી કાઢીએ જેથી અમને આ પ્રકારના વધુ વિશાળ કરોળિયા શોધવામાં મદદ મળી શકે.”