બે વર્ષની માસૂમ બાળકી પર નરાધમે આચર્યું દુષ્કર્મ, બાળકી રોતી રહી ને આરોપી દુષ્કર્મ કરતો રહ્યો….

મહિલાઓ પર થનારા ગુનાઓ અટકવાનું નામ લઈ રહ્યા નથી. ખાસ કરીને દુષ્કર્મની ઘટનાઓ અવારનવાર બની રહી છે. જેમાં હવસ મીટાવવા માટે અનેક નરાધમો અવારનવાર યુવતીઓ અને મહિલાઓને ટાર્ગેટ બનાવે છે. તેની સાથે જ હદ ત્યારે થઈ જાય છે જ્યારે આ નરાધમો માસૂમ બાળકીને પણ છોડતા નથી. હવે રાજસ્થાનની રાજધાની જયપુર અને પિંક સિટીથી કંઇક આવી જ ઘટના સામે આવી છે.

અહીં 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બે વર્ષની માસૂમ, જેણે હમણાં જ દુનિયામાં પગ મૂક્યો છે, તેણે તેને જોવાનું શરૂ કર્યું છે, તેની સાથે દુષ્કર્મ જેવી મોટી ઘટના થઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે, દુષ્કર્મ કરનાર આરોપી કોઈ પુરુષ નથી પણ એક સગીર છોકરો છે. તો ચાલો આ હેરાન કરનાર સમાચારને વિગતવાર જાણીએ.

રાજધાની જયપુરથી કલંકિત કરનારી આ ઘટના સાંગાનેર સદર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં બે વર્ષની બાળકી સીડી પાસે રમી રહી હતી. ત્યારે એક 16 વર્ષના છોકરાની ગંદી નજર તેના પર પડી ગઈ હતી. આવી સ્થિતિમાં આ સગીર છોકરો બાળકીના તેના ઘરેથી ઉઠાવી પોતાની સાથે લઇ ગયો હતો. આરોપી છોકરાએ 2 વર્ષની માસૂમને પલંગ પર સુવડાવી અને તેના પર દુષ્કર્મ આચરવા લાગ્યો હતો.

આરોપી બાળકી દુષ્કર્મ આચરી રહ્યો હતો. બાળકી દુખાવવાથી ચીસો પાડી રહી હતી, રડી પણ રહી હતી, પરંતુ નરાધમનું દિલ કોઈ દિવસ પીગળતું નથી. તે બાળકીની સાથે પોતાની હવસ મિટાવતો રહ્યો હતો. ત્યારે બાળકીના રોવાની અવાજ સાંભળી આરોપીની ભાભી આવી પહોંચી હતી. તેણે પોતાના સગીર દેવરને બાળકીની સાથે દુષ્કર્મ કરતા રંગેહાથ પકડી લીધો હતો. ભાભીને જોઈ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.

આરોપીના ઘટનાસ્થળેથી નાસી ગયા બાદ હંગામો થઈ ગયો હતો. તેની સાથે જલ્દી જ બાળકીની માતા અને આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. ત્યાર બાદ પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે પણ આ બાબતને ગંભીરતાથી લીધી હતી. 4 સ્પેશલ ટીમોની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ માત્ર 24 કલાકમાં આરોપી પકડી પાડવામાં આવ્યો હતો.

બીજી તરફ બાળકીનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જેમાં દુષ્કર્મના પુરાવા મળ્યા હતા. આ પુરાવાઓના આધારે, ચાર્જશીટ બીજા દિવસે જ ચિલ્ડ્રન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

બે વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના ખૂબ જ ભયાનક હતી. તે આ ઘટનાથી એટલી આઘાતમાં છે કે, તે યોગ્ય રીતે બોલી પણ શકતી નથી. પોલીસે તેના લોહીથી ખરડાયેલા કપડાના નમૂના લઈને તેને પણ તપાસ માટે મોકલ્યા છે.

બાળકીની માતાના નિવેદનના આધારે સમગ્ર મામલો નોંધવામાં આવ્યો છે. જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીની ભાભી કોર્ટમાં તેના નિવેદનથી પલટાઈ ગઈ હતી. તેના પર સાસરિયાઓનો દબાવ હતો. જ્યારે સમગ્ર ઘટના તેની નજર સામે બની હતી. આરોપીની ઉંમર જાણવા માટે તેની સ્કૂલના દસ્તાવેજ પણ કોર્ટના આદેશ બાદ લાવવામાં આવ્યા છે.

Scroll to Top