રાજસ્થાન રોયલ્સ માટે આઈપીએલની વર્તમાન સીઝનથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને હાથમાં ફ્રેક્ચરના કારણે ટી-20 લીગથી બહાર થઈ ગયા છે. આ અગાઉ ટીમના ઝડપી બોલર જોફ્રા આર્ચર સર્જરીના કારણે શરૂઆતી મેચથી દુર થઈ ગયા છે. રાજસ્થાન રોયલ્સને પ્રથમ મેચમાં કિંગ્સથી હાર મળી હતી.
બ્રિટેનના સમાચાર અનુસાર ક્રીસ ગેલનો કેચ પકડતા સમયે બેન સ્ટોક્સને ઈજા થઈ હતી. આ પહેલા તે એક કેચ છોડી પણ ચુક્યા હતા. બેન સ્ટોક્સ લોન્ગ ઓનથી દોડતા ક્રીસ ગેલનો કેચ પકડ્યો હતો. ત્યાર બાદ તે ડાબી બાજુ પડી ગયા હતા. અહિથી તેમને ઈજા થઈ હતી. ત્યાર બાદ પણ તેમને મેચ રમી હતી. બેટિંગ કરતા સમયે બેન સ્ટોક્સ શૂન્ય પર ત્રણ બોલ રમી મોહમ્મદ શમીની બોલ પર આઉટ થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, બેન સ્ટોક્સ હજુ પણ એક અઠવાડિયું ભારતમાં જ રહેશે. ઈંગ્લીશ બોર્ડ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે ઈજાને લઈને વાતચીત ચાલી રહી છે. ગુરુવારે બેન સ્ટોક્સનો એક્સ-રે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમની ઈજા વિશેમાં યોગ્યથી જાણવા મળશે. ત્યાર બાદ ઈંગ્લીશ બોર્ડ તેમને લઈને કોઈ નિર્ણય લેશે. ભારત સામે સીરીઝ દરમિયાન ઝડપી બોલર જોફ્રા આર્ચર પણ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ રમાવવાનો છે. એવામાં ઇંગ્લિશ બોર્ડ બેન સ્ટોક્સને લઈને કોઈ જોખમ લેવા માંગતા નથી.
રાજસ્થાન ફ્રેન્ચાઈઝીના ડાયરેક્ટર અને ભૂતપૂર્વ શ્રીલંકન દિગ્ગજ કુમારા સંગાકારાએ તાજેતરમાં નિવેદનમાં કહ્યું હતું કે, આર્ચરની રિકવરીને લઈને ઇંગ્લેન્ડ ક્રિકેટ હંમેશા તેમનું માર્ગદર્શન કરતા રહે છે. તેમને જણાવ્યું છે કે, અમે આઈપીએલમાં આવી રીતની બાબતોને સ્વાર્થી નજરોથી જોતા નથી. અમે જોફરાનું મહત્વ સમજીએ છીએ અને અમે આ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખીએ છીએ કે, જોફરા માત્ર અમારા માટે નહીં પરંતુ ઇંગ્લેન્ડ ક્રિકેટ અને વિશ્વ ક્રિકેટ માટે પણ મહત્વપૂર્ણ છે.