મિત્રો સંતારા વિશે આપ તમામ લોકો જાણતા હશો કે તેના રસથી કેટલા ફાયદા થાય છે. સાથે જ ઘણી વખત ડોકટર પણ દર્દીને સંતરાનો રસ પીવાની સલાહ આપે છે. સંતરામાં ભરપુર પ્રમાણમાં વિટામીન સી હોય છે અને સંતરા સ્વાસ્થ્યની દ્રષ્ટીએ અનેક રીતે ફાયદાકારક હોય છે. પરંતુ શું તમે તેની છાલ વિશે કંઇ જાણો છો. મોટા ભાગના લોકો સંતરાની છાલને કચરામાં ફેંકી દેતા હશે કારણ કે લોકો સંતરાની છાલ વિશે વધારે જાણતા નથી.
તમને જણાવી દઇએ કે, જેટલા સંતરા ફાયદાકારક છે તેવી જ રીતે તેની છાલ પણ અનેક રીતે ફાયદાકારક છે. સંતરા શિયાળાની ઋતુમાં સરળતાથી મળી રહે છે અને દરેક વ્યક્તિ તેને ખુબ જ ઉત્સાહથી ખાવાનું પસંદ કરે છે. પણ શું તમે જાણો છો સંતરાની છાલ કેટલી ફાયદાકારક છે. તે શરીરના વિવિધ ભાગો જેવા કે ચામડી, વાળ માટે ખુબ જ ઉપયોગી છે. તો આવો અમે તમને જણાવીએ સંતરાની છાલના ઉપયોગી નુસ્ખાઓ.
તમને એ પણ જાણીને નવાઇ લાગશે કે સંતરાની છાલમાંથી ઘણા કોસ્મેટીક પાવડર અને ક્રીમ બનાવાઇ છે જેનો ઉપીયોગ બ્યુટી પાર્લરમાં તમારી સ્કીનને ગ્લો કરવા માટે કરાય છે. સાથે જ આ સંતરાની છાલ તમારા વાળને વધુ આકર્ષક બનાવે છે.
વાળ માટે: સંતરાની છાલમાં વિટામીન C અને એન્ટીઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં હોય છે. જેનાથી વાળ કુદરતી રહે છ.આટલું જ નહિ તે વાળમાં શક્તિ પણ આપે છે. તે પ્રદુષણમાં વાળને સુરક્ષા આપવાનું કાર્ય કરે છે.
ખોડો: ડેન્ડ્ર્ફ એટલે કે ખોડાની તકલીફ ધરાવતા લોકો માટે સંતરાની છાલ ખુબ જ ઉપયોગી થાય છે.
લોહીના વિકારો: સંતરામાં વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે. જેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ પ્રક્રિયા યોગ્ય રીતે થયા કરે છે. સાથે લોહીના વિકારો પણ દુર થાય છે. જેથી નિયમિત રીતે સંતરાનું અથવા સંતરાની છાલના જ્યુસનું સેવન કરવું.
ખીલ મટાડે: જો તમને ચહેરા પર ડાઘ-ધબ્બા અને ખીલ કે ફોડલીઓની સમસ્યા હોય તો સંતરાની છાલને પીસીને લેપ લગાવવાથી અથવા છાલને ઘસવાથી થોડાક જ દિવસોમાં ખીલની સમસ્યા દુર થઈ જશે અને સાથે ચહેરો ખીલી ઉઠે છે તેમજ ચહેરામાં નીખાર આવે છે.
કાળા ડાઘ: સંતરાની છાલનો પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી કાળા ડાઘ દુર થાય છે. સાથે ખીલની સમસ્યા પણ રહેતી નથી. દૂધ અને દહીંમાં તેનો પાવડર મિલાવીને ચહેરા પર લગાવ્યા બાદ થોડીવાર પછી ફરીથી ચહેરો સાફ કરવો.
આંખો માટે: સંતરાનો ફાયદાઓ આંખોની દ્રષ્ટિને ઝડપી કરવામાં અસરકારક સાબિત થાય છે. સંતરામાં વિટામીન એ વધુ માત્રામાં જોવા મળે છે અને વિટામીન એ આંખો માટે સારું માનવામાં આવે છે. વિટામીન એ વાળી વસ્તુ ખાવાર્હી આંખોની રોશની બરાબર રહે છે. આ સિવાય સંતરા ખાવાથી મોતીયોનું જોખમ પણ ઓછું થઈ જાય છે જે લોકોની આંખો નબળી છે તે લોકોએ આ ફળ ખાવું જોઈએ.