હાલમાં તૌકતે વાવઝોડા (Cyclone Tauktae) ના વિનાશમાંથી દેશ બહાર આવ્યો નથી અને એક બીજું વાવાઝોડું યાસ ((Cyclone Yaas)) વિનાશ કરવા માટે તૈયાર છે. તૌકતે ભારતના પશ્ચિમી વિસ્તારમા વિનાશ કર્યો છે અને હવે યાસનો ખતરો પૂર્વી ભાગમાં મંડરાતો જોવા મળી રહ્યો છે. ચક્રવાતી વાવાઝોડા યાસના 26 મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠે અથડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદની આશંકા
બંગાળની ખાડી (Bay of Bengal) ના મધ્ય પૂર્વીય ભાગમાં નીચા દબાણવાળા ક્ષેત્ર બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ 24 મે સુધીમાં ચક્રવાત વાવાઝોડું યાસ (Cyclone Yaas) નું સ્વરૂપ લઇ લેશે. ચક્રવાત યાસ ઉત્તર, ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સંભાવના છે અને 24 મે સુધીમાં તે ચક્રવાતી વાવાઝોડામાં બદલી શકે છે. તેના આગામી 24 કલાકમાં તે એક મજબૂત ચક્રવાત વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે. હવામાનશાસ્ત્રની આગાહી મુજબ, આને કારણે બંગાળ અને ઓડિશામાં 26 મે સુધી ભારે વરસાદ પડી શકે છે.
155-165 કિમી/પ્રતિ કલાક હોઇ શકે છે વાવાઝોડાની ગતિ
યાસ વાવાઝોડા (Cyclone Yaas) દરમિયાન હવાની ગતિ 24 મેના રોજ 40-50 કિ.મી. પ્રતિ કલાક રહી શકે છે. જયારે, 25 મેના રોજ પવનની ગતિ 50-60 કિ.મી. પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. 26 મે ના રોજ સવારે યાસ વાવાઝોડાની ગતિ વધીને 60-70 કિ.મી. પ્રતિ કલાક હોઈ શકે છે. 26 મેના રોજ બપોરે વાવાઝોડાની ગતિ 90-110 કિમી પ્રતિ કલાકની ઝડપે વધી શકે છે. 26 મેની સાંજ સુધી વાવાઝોડાની ગતિ 155-165 કિ.મી. પ્રતિ કલાક સુધી.
ભારતીય રેલ્વેએ રદ કરી આ 25 ટ્રેનો
ચક્રવાત વાવાઝોડા યાસ (Cyclone Yaas) ના નુકસાનને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે (Indian Railway) એ 24 મેથી 29 મે વચ્ચે 25 ટ્રેનો રદ કરી દીધી છે. રેલ્વે એ પ્રેસ રીલીઝ કરીને રદ્દ કરવામાં આવેલ બધી 25 ટ્રેનોની યાદી જાહેર કરી છે.
Eastern Railway suspends 25 trains between May 24 and 29 in view of cyclone Yaas
Read @ANI Story | https://t.co/7hvAzHjgHy pic.twitter.com/PuEALQhCtz
— ANI Digital (@ani_digital) May 24, 2021
વાવાઝોડાને પહોંચી વળવા પીએમ મોદીની બેઠક
સ્વાભાવિક છે કે, આ વખતે વાવાઝોડાનો મોટો ખતરો ભારતના પૂર્વી ભાગમાં મંડરાઈ રહ્યો છે. વાવાઝોડાને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પણ હાજર હતા. વડાપ્રધાને અધિકારીઓને દરિયાકાંઠાની પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને સમયસર ખાલી કરાવવા જણાવ્યું છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે સંબંધિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય નૌકાદળએ પણ થયું સજજ
યાસ વાવાઝોડા (Cyclone Yaas) ને પહોંચી વળવા માટે ભારતીય નૌકાદળ (Indian Navy) પણ સજ્જ થઇ ગયું છે. પૂર્વ કિનારે નૌસેનાએ ચાર વહાણો (જહાજ) અને વિમાનોને સ્ટેન્ડબાય તરીકે રાખ્યા છે. આ ઉપરાંત ડાઇવર્સ અને મેડિકલની ટીમ પણ તૈયાર રહેવા જણાવ્યું છે. વિશાખાપટ્ટનમ માં INS ડેગા અને ચેન્નાઇમાં INS રઝાલી પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.
યાસ વાવાઝોડાથી સંબંધિત 15 મુખ્ય અપડેટ્સ
- આજે બંગાળની ખાડીમાં પહોંચશે વાવાઝોડું.
- 26 મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાને પાર કરશે.
- રવિવારે વડાપ્રધાનએ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી.
- રવિવારે વાયુસેનાએ 21 ટન રાહત પુરવઠો પહોંચાડ્યો.
- વાયુસેનાએ NDRF ના 334 જવાનો ને પણ સ્થળે પહોંચાડ્યા.
- કોલકાતા, પોર્ટ બ્લેરમાં રાહત સામગ્રી, જવાનોને પહોંચાડ્યા.
- ઓડિશાના 14 જિલ્લામાં હાઇ એલર્ટ જારી કરાયું.
- ઓડિશામાં NDRF ની 22 ટીમો તૈનાત.
- વાવાઝોડાના કારણે ભારતીય રેલ્વે 25 ટ્રેનો રદ કરી.
- વાવાઝોડાની ગતિ 155-165 કિમી પ્રતિ કલાકની રહે તેવી સંભાવના.
- ગતિ 185 કિમી પ્રતિ કલાકની ઝડપે થઇ શકે છે.
- નૌકાદળના 4 જહાજ બચાવ-રાહત માટે તૈયાર.
- વિશાખાપટ્ટનમમાં INS ડેગા અને INS રઝાલી પણ છે તૈયાર.
- એરફોર્સ ના 11 પરિવહન વિમાન અને 25 હેલિકોપ્ટર કરાયા તૈયાર.
- બિહાર અને ઝારખંડમાં પણ જોવા મળી શકે છે અસર.