67માં નેશનલ ફિલ્મ એવોર્ડસ માં સુશાંતની ફિલ્મ ‘છિછોરે’ ને બેસ્ટ હિન્દી ફિલ્મનો પુરસ્કાર, સુશાંતના પિતાએ ભાવુક થઈ કહી આ વાત

તાજેતર માં 67 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ “છિછોરે” ને 67 માં રાષ્ટ્રીય એવોર્ડ માં બેસ્ટ ફિલ્મ નો એવોર્ડ મળ્યો છે, જેમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. સુશાંત સિંહ રાજપૂતની આ ફિલ્મ ને એવોર્ડ મળતા ની સાથે ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને સુશાંત ની યાદ તાજી કરી દીધી છે.

સુશાંત ની ફિલ્મ ને એવોર્ડ મળતા સુશાંતના પિતાએ ખુશી વ્યક્ત છે અને ચાહકોમાં એક અનેરી ખુશીની લહેર ફરી વળી છે. સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂત ની સિનેમા ઘરો માં રજૂ થયેલી ફિલ્મ “છિછોરે” ને વર્ષ 2019 ની શ્રેષ્ઠ ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડથી નવાજવામાં આવી છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેના અભિનય ની ચાહકોએ ખૂબ પ્રશંસા કરી હતી.

આ અંગે સુશાંતના પિતાએ શું કહ્યું.

સુશાંતના પિતાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે “આજે જે સન્માન આપવામાં આવ્યું છે, સુશાંત તેને લાયક હતો. સુશાંત ને ફિલ્મ ઇંડસ્ટ્રી માં અભિનય કરવાનો કઈક અનેરો જ જુસ્સો હતો. તે ખૂબ દિલ દઈ ને તેનું બધુ કામ કરતો હતો. સુશાંત ની કામ કરવાની રીત જોઈ ને મને વિશ્વાસ થઈ ગયો હતો કે તે જરૂર એક દિવસ પરિવાર નું નામ રોશન કરશે. સુશાંતના પિતાએ કહ્યું કે જ્યારે તેણે સુશાંતની ફિલ્મ “છિછોરે” જોઈ હતી, ત્યારે તે સુશાંતના અભિનયના દિવાના થઈ ગયા હતા. વધુ માં એમને જણાવ્યો કે એમએસ ધોની ફિલ્મ જોયા પછી મે સુશાંતને કહ્યું કે હવે મારો દીકરો સુપરસ્ટાર બની ગયો છે.

સુશાંતના પિતાનું વાત કરતા કહ્યું કે ‘સુશાંતને તે સમયે એમએસ ધોની માટે એવોર્ડ મળવો જોઈતો હતો, સુશાંતની અંદર ઘણી યોગ્યતા અને જુસ્સો હતો. જો સુશાંત આજે આપણી વચ્ચે હોત તો હું દોડીને તેને ગળે લગાવી શક્યો હોત.’ સુશાંતના પિતા શરૂઆતમાં સુશાંતની અભિનયની વિરુદ્ધ હતા. ‘તેમનું કહેવું છે કે તેનો પુત્ર ક્યારે ગુલશનથી સુશાંત સિંહ રાજપૂત બન્યો ખબર જ નહોતી પડી, આજે મને તેના માટે ગર્વ છે પરંતુ દુખ છે કે આજે તે આપણી સાથે નથી’.

જાણો આ મામલે કંગનાએ શું કહ્યું?

સુશાંતની આ સિદ્ધિ પર કંગનાએ તેની પહેલી પ્રતિક્રિયા આપી હતી. કંગનાએ મુંબઇ એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીત દરમિયાન તમામ વિજેતાઓને શુભેચ્છા પાઠવી છે. સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતાં કંગનાએ કહ્યું છે કે કાશ સુશાંત આજે તેની સફળતા જોવા માટે જીવંત હોત. તે હંમેશાં ઇચ્છતો હતો કે તેના કામની પ્રશંસા થાય, પરંતુ આ બધું થાય તે પહેલાં તેણે દુનિયા છોડી દીધી.

કંગના એ વધુમાં જણાવ્યુ કે યુવાનોએ આ ઘટના થી પ્રેરણા લેવી જોઈએ કે વિજય હંમેશા અંતમાં સત્યનો જ હોય છે. જે લોકો ખોટું ષડયંત્ર રચે છે, પછી ભલે તે ગમે તેટલું બધુ ખરાબ કરે, પરંતુ સફળ થતાં નથી. છેલ્લા કેટલાક દિવસથી શૂટિંગ ના કામ માટે કંગના રાનાઉત મુંબઈમાં હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top