યુઝર્સને આકર્ષિત કરવા માટે ટેલીકોમ કંપનીઓ સમય-સમય પર ઘણા નવા પ્લાન્સ લોન્ચ કરી રહી છે. રિલાયન્સ જિયો પણ પોતાના યુઝર્સ માટે ત્રણ શાનદાર પ્લાન્સ લઈને આવ્યું છે, જેમાં 3 જીબી દરરોજ ડેટા સાથે અનલીમીટેડ કોલિંગ, ફ્રી એસએમએસ અને ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
349 રૂપિયા વાળો જિયોનો પ્લાન: રિલાયન્સ જિયોના 349 રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને દરરોજ 3 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. તે આ સમયનો જિયોનો સૌથી ટ્રેડિંગ પ્લાન છે. 28 દિવસની વેલીડીટી સાથે આવનાર આ પ્લાનમાં કંપની અનલીમીટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં સબ્સક્રાઈબર્સને જિયો ટીવી અને જિયો સિનેમા જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
401 રૂપિયા વાળો જિયોનો પ્લાન: રિલાયન્સ જિયોના 401 રૂપિયા વાળા પ્લાનમાં 28 દિવસની વેલીડીટીની સાથે દરરોજ ૩ જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત છે કે, 6 જીબી એક્સ્ટ્રા ડેટા પણ કંપની તેમાં આપી રહી છે. આ પ્લાનમાં અનલીમીટેડ કોલિંગ સાથે દરરોજ 100 ફ્રી એસએમએસ પણ ઓફર કરવામાં આવે છે. પ્લાનના સબ્સક્રાઈબર્સને ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીની સાથે જિયો એપ્સનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
999 રૂપિયા વાળો જિયોનો પ્લાન: રિલાયન્સ જિયોના આ પ્લાનમાં તમને 84 દિવસની વેલીડીટીની સાથે દરરોજ 3 જીબી ડેટાના આધારે કુલ 252 જીબી ડેટા મળે છે. બાકીના પ્લાન્સના હેઠળ આ પ્લાનમાં પણ અનલીમીટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસ આપવામાં આવે છે. તેમાં સબ્સક્રાઈબર્સને કંપની જિયો એપ્સનું પણ ફ્રી સબ્સક્રિપ્શન આપી રહ્યું છે.