પ્રેમમાં મળ્યો દગો તો બની ગયો ‘બેવફા ચાયવાલા’, પ્રેમી કપલને પીવડાવે છે મફતમાં ચા

પ્રેમમાં દગો મળેલા પ્રેમી-પ્રેમિકાઓના ખોટું પગલું ભરવાના સમાચાર સાંભળ્યા જ હશે. પરંતુ બિહારના નવાદામાં પ્રેમમાં છેતરાયા બાદ પ્રેમીએ ચાની દુકાન ખોલી હતી.

‘બેવફા ચાયવાલા’ નામની આ ચાની દુકાનમાં સફળ પ્રેમી કપલોને મફતમાં ચા પીવડાવવામાં આવે છે. ‘બેવફા ચાયવાલા’ દુકાનના માલિક મંટન કુમારના જણાવ્યા અનુસાર, તે છેલ્લા ઘણા સમયથી એક છોકરી સાથે પ્રેમ સંબંધમાં હતો, પરંતુ બેરોજગારીના કારણે પ્રેમિકાએ તેને છોડી દીધો હતો. મંટન ખરેખર તે છોકરીને સાચો પ્રેમ કરે છે.

મંટનના જણાવે છે કે ગર્લફ્રેન્ડ એને છોડીને ગઈ એ પછી તે ખૂબ જ આઘાતમાં હતો, પરંતુ છ મહિના વીતી ગયા પછી, તેને લાગ્યું કે તે કંઈક એવું રોજગાર કરશે, જેથી લોકોને પણ આ નિષ્ફળ લવ સ્ટોરી વિશે ખબર પડી શકે. આ પછી તેણે શહેરમાં ગાંધી સ્કૂલની બાજુમાં ચાની દુકાન ખોલવાનું નક્કી કર્યું. તેણે તે સ્ટોલનું નામ બેવફા ચાયવાલા રાખ્યું.

મંટન માને છે કે ઘણા ઓછા લોકોના નસીબમાં પ્રેમ હોય છે. ઘણીવાર લોકોને પ્રેમમાં દગો જ મળે છે. દગો મળ્યા બાદ કેટલાક લોકો ખોટા રસ્તે ચડી જાય છે, ખોટા પગલા ભરી લે છે, પરંતુ તેણે વ્યવસાય કરવાનું મન બનાવી લીધું હતું.

મંટન કુમારે બી ફાર્મા કર્યું છે

મંટને પોતાની દુકાનમાં અનેક પ્રકારની કવિતાઓના પોસ્ટર પણ લગાવ્યા છે, જેથી પ્રેમમાં છેતરાયેલા લોકો અહીં આવીને પોતાના મનને શાંતિ આપી શકે. બી ફાર્મા કરનાર મંટન કહે છે કે આ કામમાં તેના ભાઈઓ પણ મદદ કરે છે.

પ્રેમી યુગલોને પીવડાવે છે મફત ચા

મંટને જણાવ્યું હતું કે આ દુકાનમાં કવિતાના પોસ્ટરો દ્વારા છેતરાયેલા પ્રેમીઓને મનોરંજન પૂરું પાડવામાં આવે છે, જયારે સફળ પ્રેમીઓને અહીં મફત ચા આપવામાં આવે છે. તેણે કહ્યું કે શોપમાં પ્રેમીઓ માટે ખાસ ઓફર પણ છે. ત્યાં તેમને મફત ચા આપવામાં આવે છે. મંટન કહે છે કે તેની ચા સ્થાનિક લોકોને પણ ખૂબ પસંદ છે.

Scroll to Top