Crime

સામાન્ય બાબતમાં ભાડુઆત મહિલાને ઈંટ મારી બેરહેમીથી હત્યા કરી, બચવા માટે છત પરથી આરોપીએ લગાવી છલાંગ

દેશમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે. ખાસ કરીને હત્યાના બનાવોમાં વધારો જોવા મળ્યો છે. જે ગુનાખોરીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હત્યાના બનાવોમાં 18થી 45 વર્ષની વયના યુવાનોની હત્યાના વધુ બનાવ બની રહ્યા છે. જે અવારનવાર આવા બનાવો ના કેસ નોંધાતા રહે છે, ત્યારે આજે આવો જ હત્યાનો વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં એક મકાનમાં ભાડુઆત મહિલાની હત્યા કરી દીધી છે. આ હત્યાની ઘટના દેશની રાજધાની દિલ્હીથી નજીક આવેલા બહાદુરગઢમાં બની છે.

આ મૃતકની ઓળખ બિહારની રિચા હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. રિચા પોતાના પતિ નવનીતની સાથે બહાદુરગઢના છોટૂરામનગરમાં ભાડાનો રૂમ રાખીને રહેતી હતી. તેનો પતિ નવનીત બહાદુરગઢ શહેરમાં ઓટો રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરે છે. જો કે આ મહિલાની હત્યા સામાન્ય બાબતમાં એક વ્યક્તિએ સાથી ભાડુઆત મહિલાને ઈંટ મારીને બેરહેમીથી હત્યા કરી દીધી હતી.

જો કે આ આરોપી વ્યક્તિ મહિલાની હત્યા કરીને ફરાર થવા માટે છત ઉપરથી છલંગા લગાવી દીધી હતી. જેના કારણે છત પરથી નીચે પટકાયો હતો, જેથી તે આરોપી ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. ત્યારે આ ઘાયલ આરોપીને તાત્કાલિક સારવાર માટે બહાદુરગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.

માહિતી પ્રમાણે આ બિહારનો એક વ્યક્તિ જે નિરંજન નામનો વ્યક્તિ તેના રૂમની બાજુમાં રહે છે. લોકડાઉન દરમિયાન રિચા અને નવનીત નિરંજનને રાંધીને ખવડાવતા હતા. પરંતુ હવે ઘણા સમયથી લોકડાઉન ખુલ્યા બાદ જ્યારે પતિ-પત્નીએ નિરંજનને પોતાનું ભોજન જાતે બનાવવાનું કહ્યું ત્યારે નિરંજનએ રિચાને ઈંટ વડે માર મારી ઘણી નિર્દયતા પૂર્વક હત્યા કરી દીધી હતી અને પોતે પોલીસથી બચવા માટે છત પરથી નીચે કૂદી ગયો હતો.

જો કે આ ફરાર થતા સમયે આરોપી નિરંજન છત પરથી કૂદતાની સાથે જ ઊંધા માથે નીચે પડ્યો હતો. જેના કારણે તેને હાથ અને માથાના ભાગે ઘણી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે આ ઘટનાની જાણ પાડોશીઓને થતા તેને તાત્કાલિક બહાદુરગઢની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી દીધો હતો.

ત્યારબાદ પાડોશીઓને મકાનમાંથી ભાડુઆતી મહિલાનો મૃતદેહ મળતા આ વાતની જાણ પોલીસને કરી હતી. જેને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ રિચાના મૃતદેહનો કબજો કરી તેને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ત્યારે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અશોક દહિયાએ જણાવ્યું છે કે હાલમાં મૃતક મહિલાના પતિના નિવેદનના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ત્યારે હાલમાં આ આરોપીને શહેરની જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker