મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં ચંદ્રભાગા નદીના કિનારે આવેલા પંઢપુર સ્થિત વિઠ્ઠલ મંદિર મહારાષ્ટ્રના પ્રમુખ તીર્થ સ્થળોમાંથી એક માનવામાં આવે છે. અહીં કમર પર હાથ રાખીને ઊભેલા ભગવાન કૃષ્ણની પૂજા થાય છે. કૃષ્ણ કેમ કમર પર હાથ રાખીને ઊભા છે તેની પાછળ છે એક રોચક કથા.
12 શતાબ્દીમાં બંધાયું હતું આ મંદિર આ મંદિરમાં ભગવાન કૃષ્ણની વિઠ્ઠલ સ્વરૂપમાં પૂજા થાય છે. આ મંદિરમાં ભગવાનની સાથે દેવી રૂકમણી પણ છે. ભગવાન વિઠ્ઠલને વિઠ્ઠોબા, શ્રીપુણ્ડરીનાથ અને પાંડુરંગના નામે પણ ઓળખવામાં આવે છે. મુખ્ય મંદિરને 12મી શતાબ્દીમાં દેવગિરીના યાદવ શાસકોએ બનાવ્યું હતું એવું માનવામાં આવે છે.
કૃષ્ણની આ મુદ્રા પાછળ છે રોચક કહાની શ્રી વિઠ્ઠલ મંદિરમાં શ્રીપુણ્ડરીનાથ કમર પર હાથ રાખીને ઊભા છે. તેની આસપાસ રૂકમણી, બલરામજી, સત્યભામા, જામ્બવતી અને શ્રીરાધા મંદિર છે. ભગવાન વિઠ્ઠલ એટલે કે શ્રીકૃષ્ણ અહીં કમર પર હાથ રાખીને કેમ ઊભા છે તેના વિશે એક રોચક પૌરાણિક કથા પ્રચલિત છે.
પુણ્ડરીકને કૃષ્ણએ બોલાવ્યો, પણ પુણ્ડરીક નામનો એક હરિભક્ત માતા-પિતાનો પરમ સેવક હતો. એક વખત તે માતા-પિતાની સેવા કરી રહ્યો હતો, ત્યારે શ્રીકૃષ્ણ દેવી રુકમણી સાથે તેમને દર્શન આપવા પધાર્યા. તે પગ દબાવવામાં એટલો લીન હતો કે પોતાના ઈષ્ટદેવ તરફ તેનું ધ્યાન જ ન ગયું. ત્યારે શ્રીકૃષ્ણએ તેને બોલાવ્યો.
ભગવાને આપ્યું વરદાન પુણ્ડરીકે ભગવાન શ્રીકૃષ્ણને ઈંટ આપતા કહ્યું કે, ‘મારા પિતાજી સૂઈ રહ્યા છે, એટલે તમે આ ઈંટ પર ઊભા રહી રાહ જુઓ.’ આમ કહી તે ફરી પગ દબાવવા લાગી ગયો. માતા-પિતા માટે પુણ્ડરીકના સેવા-ભાવને જોઈ શ્રીકૃષ્ણ પ્રસન્ન થયા અને બંને હાથ કમર પર રાખી એ ઈંટને આસન માની ઊભા રહી ગયા. સેવાથી નિવૃત થઈ પુણ્ડરીકે ભગવાનના આ રૂપના દર્શન કર્યા અને ભગવાન પાસે વરદાન માગ્યું કે, તેઓ આ રૂપમાં જ અહીં સ્થિત થઈ ભક્તોને દર્શન આપે.
જ્યાં ઊભા રહ્યા હતા શ્રીકૃષ્ણ જ્યાં ભગવાન ઈંટ પર ઊભા રહ્યા હતા, ત્યાં આજે તેમનું વિગ્રહ રૂપ ધરતી પર બિરાજમાન છે. આ પવિત્ર સ્થળ આજે પુણ્ડરીક અને પંઢરપુર કહેવાય છે. પંઢરપુરમાં અષાઢ અને કાર્તિક શુક્લની એકાદશીએ વિશેષ પૂજા-અર્ચના થાય છે અને લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.
એ ચક્કી, જેને ભગવાને ચલાવી અહીં ચંદ્રભાગા નદીને પાર શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુની બેઠક છે. અહીંથી 3 માઈલ દૂર એક ગામમાં જનાબાઈનું મંદિર છે અને એ ચક્કી છે, જેને ભગવાને ચલાવી હતી.