ભારત દેશમાં અનેક રાજ્ય ચૂંટણી થવા જઈએ છે જેમાં અપને વાત કરી રહ્યા છે હરિયાણા વિધાનસભાની, ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 90 સીટમાંથી 75 સીટો પર જીત પ્રાપ્ત કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. આના માટે ભાજપી ખેલાડીઓની સાથસાથ ટિક-ટૉક સ્ટાર અને ટીવી એક્ટ્રેસ સોનાલી સિંહ ફોગાટને પણ ટિકિટ આપવામાં આવી છે.
સોનાલી ફોગાટ આદમપુર વિધાનસભા સીટથી ચૂંટણી લડશે. સોનાલીને ટિકિટ મળી હવાની જેવી ઘોષણા થઈ કે ટિક ટૉક પર તેના ફોલોઅર્સની સંખ્યા આપોઆપ વધી ગઈ. સોનાલી સિંહ ફોગાટ કોંગ્રેસના નેતા કુલદીપ બિશનોઈ વિરુદ્ધ મેદાનમાં ઉતરી છે. પાછલી વખતે વિધાનસભા ચૂંટણીમાં કુલદીપ બિશ્નોઈને 47.1 ટકા મત મળ્યા હતા.
જ્યારે આઈએનએલડીના ઉમેદવાર કુલવીર સિંહને 32.78 ટકા મત મળ્યા હતા. વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં કુલદીપ હરિયાણા જનહિત કોંગ્રેસ પાર્ટીથી ઉમેદવાર હતા. પરંતુ વર્ષ 2016માં આ પાર્ટીનું કોંગ્રેસ સાથે મર્જર થયું હતું. જણાવી દઈએ કે આદમપુર સીટ પર કુલદીપ બિશ્નોઈ પહેલા તેમના પિતા પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલ ધારાસભ્ય હતા. અને તે સીટ પર ટિકટોક સ્ટાર સોનાલી સિંહ ફોગાટ વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહી છે.
સોનાલી ફોગાટે કહ્યું કે, ચૂંટણી જીત્યા બાદ તે ટીકટોકનો ઉપયોગ વિસ્તારમાં કરેલા વિકાસના કામ અને દેશભક્તિ માટે કરશે. તેમણે કહ્યું કે ટિકટોકના કારણે બીજેપીએ મને ટિકિટ આપી નથી, પરંતુ હું છેલ્લા 12 વર્ષથી પાર્ટી સાથે સંકળાયેલ એક સમર્પિત કાર્યકર છું.ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનથી ખૂબ પ્રેરિત છે. તે લોકસભાની ચૂંટણી લડવા માંગતી હતી. પરંતુ તેની શરૂઆત વિધાનસભાની ચૂંટણીથી થઈ હતી. આજ તક સોનાલી સાથે ખાસ વાતચીત કરી હતી. આમાં તેણે ટિક-ટોક વીડિયો બનાવવાનું રહસ્ય જણાવ્યું હતું.
આવી રહી તેમની જિંદગી તે પોતાના સપના પુરા કરી શકી નહીં પણ તે હવે ચૂંટણી લડવા જય રહી છે. સોનાલી સિંહ ફોગાટ ફતેહાબાદ જિલ્લાના ભૂથાન ગામની રહેવાસી છે. હરિતાના રહેવાસી સંજય ફોગાટ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. પરંતુ વર્ષ 2016માં સંજય ફોગાટનું તેમના ફાર્મ હાઉસમાં સંદિગ્ધ રીતે મોત થયું હતું. તે સમયે સોનાલી મુંબઈમાં હતી. જ્યારે સોનાલીની મોટી બહેને પણ સંજય ફોગાટના મોટા ભાઈ સાથે લગ્ન કર્યાં છે. સોનાલી સિંહ ફોગાટને સાત વર્ષની દીકરી છે.
આ હરિયાણાની વિધાનસભા બેઠકથી ઘણા વર્ષોથી એક જ પરિવાર દ્વારા શાસન કરવામાં આવ્યું છે. રાજકીય જવાબદારીઓએ વિરાસતનો ચહેરો સંભાળી લીધો છે જે એક પેઢીથી બીજી પેઢી સુધી પસાર થઈ રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ બિશ્નોઇ ઉદ્યોગપતિ છે અને જમીનની વાસ્તવિકતાઓથી દૂર છે.